Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે એક દિવસીય હડતાળ

વડોદરા શહેર જીલ્લામાં આજે ખાનગી તબીબોની હોસ્પિટલોએ એક દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આજે 24 કલાક માટે શહેર જીલ્લાના ખાનગી હોસ્પીટલમાં તબીબો સારવાર નહિ આપે. OPD તેમજ ઈમરજન્સી સેવાઓ માટે દર્દીઓને સરકારી હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી પડશે. જુન માસના અંતમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક પી.આઇ.એલ.ની સુનાવણી બાદ નામદાર કોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે હોસ્પીટલમાં થતી ફાયર ઈમરજન્સીની ઘટનાને પગલે હવે તમામ ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ વોર્ડને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવો પડશે. સાથે સાથે કાચની એલીવેશન વિન્ડો દૂર કરવી પડશે. ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ વધારવા પડશે. આ મૌખિક હુકમથી નારાજ ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા આજે એક દીવસીય હડતાલની જાહેરાત કરી છે. તબીબોના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ વોર્ડ ઉભો કરવો શક્ય જ નથી. લોકોના સંપર્કથી દૂર અને ઈમરજન્સીમાં સારવાર થઇ શકે તે રીતે ઓપરેશન થીયેટરની નજીક જ આઇસીયુ વોર્ડ હોવો જોઈએ. એવામાં સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ કરાવતી સરકાર તબીબોની રજૂઆતો સંભાળવા પણ તૈયાર નથી. આ નિર્ણય તબીબો પર થોપતા પહેલા એક પણ વાર IMAના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી નથી. જેના કારણે તબીબોમાં ભારે અસંતોષ છે. કોરોના કાળમાં એકકલ દોક્કલ બનેલી આગની ઘટનાની સજા તમામ તબીબોને ન મળવી જોઈએ

Advertisement

संबंधित पोस्ट

જી.પં.શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેનશ્રીનું સન્માન કરાયું

Shanti Shram

અમદાવાદ: નારોલના ચીકુવાડી નજીક જીંદાલ વર્લ્ડવાઇડ નામની કાપડ બનાવતી ફેક્ટરીના સ્ટોરેજ ગોડાઉનમાં ભીષણ આગ

Shanti Shram

રાજકોટમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનકથન આધારિત જાણતા રાજા મહાનાટક રજુ કરાયું

Shanti Shram

કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે 41મો સંકલ્પ સાથે શક્રસ્તવ મહાઅભિષેક યોજાયો.

Shanti Shram

ઘાટલોડીયા મધ્યે 151 સજોડા સાથે શ્રી મહાલક્ષ્મી માતાજીનું પૂજન યોજાયું.

Shanti Shram

સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ

Shanti Shram