



ગુજરાત વિધાનસભામાં ઈતિહાસ રચાયો હતો . ગુજરાત વિધાનસભામાં આજે યુવા મોડલ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ આજે વિધાનસભાનું સંચાલન કર્યું હતું. આ સત્રમાં નિમાબેન આચાર્ય અધ્યક્ષ રહ્યા હતા અને યુવાનો મુખ્યમંત્રી , વિપક્ષના નેતા તેમજ ધારાસભ્યો બન્યા હતા . આ કાર્યક્રમમાં પ્રશ્નોતરી , સરકારી વિધેયક , બજેટ અને સંકલ્પો જેવી સંસદીય કાર્યરીતિની બાબતોનો સમાવેશ કરાયો છે . ગુજરાત વિધાનસભાના અધિકારીઓએ ગાંધીનગરની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ અને રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પસંદગી સ્કૂલ પોસ્ટ સંસ્થાએ ઈંટરવ્યૂ લઈને કરવામાં આવી છે . અમદાવાદનો રોહન રાવલ એક દિવસનો મુખ્યમંત્રી બન્યો હતો . રોહન રાવલ ઝાયડસ સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે . છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપીને તેની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે . વિપક્ષ નેતા ગૌતમ દવેને બનાવવામાં આવ્યા છે . આ સિવાય વિધાનસભામાં અમદાવાદના 63 , રાજકોટના 39 , ગાંધીનગરના 21 , સુરતના 16 , વડોદરાના 14 , કચ્છના દસ , અમરેલીના સાત , ગોંડલના પાંચ અને જામનગરના ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી . આ ઉપરાંત મહેસાણા , આણંદ અને નડિયાદના એક એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી હતી.