Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ભારતમાં ક્યાંય પણ જોવા ન મળતાં ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ રાજકોટના પ્રદ્યુમન ઝૂમાં ૪ બચાને જન્મ આપ્યો

રાજકોટમાં આવેલા પ્રદ્યુમન ઝૂમાં ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ૪ બચ્ચાને જન્મ આપ્યો. ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ભારતના કોઈ પણ રાજ્યમાં જોવા મળતા નથી. આ ગોલ્ડન ફિઝન્ટ પક્ષીની પ્રજાતિ ફકત ચીન, યુ.કે., કેનેડાના ગાઢ જંગલમાં જ જોવા મળે છે. રાજકોટનાં પ્રદ્યુમન ઝૂમાં ૨૦૧૫ની સાલમાં નર અને માદા પક્ષીની જોડી લે આવામાં આવી હતી. વાતાવરણ અનુકુળ આવતા આ વર્ષે માદા ગોલ્ડન ફિઝન્ટ દ્વારા ઇંડા મૂક્યા અને ૨૩ દિવસના અંતે ઇંડાઓ માંથી ૪ બચ્ચાંઓનો જન્મ આર્ટીફિશીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 4 બચ્ચાંઓનો જન્મ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધૂમન પાર્ક ઝૂમાં ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો તેમ મેયર ડો પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત તા.29/10/201પના રોજ ગોલ્ડન ફિઝન્ટ પક્ષીની જોડી (નર તથા માદા) વન્યપ્રાણી વિનીમય અંતર્ગત લખનઉ ઝૂ ખાતેથી મેળવવામાં આવેલ. આ બન્ને પક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂપનું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ગોલ્ડન ફિઝન્ટ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. સામાન્ય રીતે ગોલ્ડન ફિઝન્ટ પક્ષીઓમાં ઇંડા મુકયા પછી ઇંડાઓને સેવવાનું કાર્ય માદા પક્ષી દ્વારા સુવ્યવસ્થીત કરવામાં ન આવે તેવા સંજોગોમાં, ઇંડા સેવવા માટે આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં આ ઇંડાઓને મુકવામાં આવેતા હોય છે. ઉક્ત આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં ઇંડા સેવવા માટે ઓટોમેટીક જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવાનું હોય છે. જેથી આ આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 4 બચ્ચાંઓનો જન્મ થયો છે. હાલ આ ચારે બચ્ચાં એક માસના થઇ ગયેલ છે અને બધા બચ્ચાઓ તંદુરસ્ત હાલતમાં છે. ગોલ્ડન ફિઝન્ટ પક્ષી ભારતના કોઇ પણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ચીન, યુ.કે., કેનેડાના ગાઢ ભરાવદાર જંગલ વિસ્તારોમાં જોવા મળે છે.આ પક્ષી મિશ્રાહારી હોય, અનાજ, કુણા પાંદડા તેમજ જમીન પરના અન્ય નાના જીવજંતુઓ ખાય છે. નર ગોલ્ડન ફિઝન્ટ સોનેરી પીળા રંગનો હોય છે તેમજ માથા ઉપર કલગી ધરાવે છે. શરીરના આગળના ભાગ પીળાશ તથા લાલ રાંગનો હોય છે. માદા ગોલ્ડન ફિઝન્ટ કલગી વગરની આછા ભૂરા રંગની હોય છે. આ પક્ષીનું આયુષ્ય 10 થી 12 વર્ષ જેટલુ હોય છે.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: હવામાન વિભાગ

Shanti Shram

શિક્ષિકા બની શેતાન લાકડી તૂટી ગયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્યો માર

Shanti Shram

શંખેશ્વર મુકામે મુમુક્ષુ સેલ્વીબેન ની દીક્ષાનું મુહૂર્ત લેવાયું

Shanti Shram

આવો…આ દિવાળીએ વંચિત સમુદાયોનાં સ્મિતનું કારણ બનીએ અંતર્ગત  વિચરતી વિમુક્ત જાતિનાં પરીવારોને રાશનકીટ વિતરણ કરાઇ

Shanti Shram

અમદાવાદમાં આજથી શરૂ થયું પેઈડ વેક્સીનેશન

shantishramteam

Coronavirus: India fights back, 7 more patients cured of Covid-19

Admin