Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

આજે 182 વિદ્યાર્થીઓએ એક દિવસ પૂરતી વિધાનસભા ચલાવી,CM ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું

રાજ્યની યુવા પેઢી રાજનીતિમાં આવે તે માટે થઈને આજે ગાંધીનગર વિધાનસભા ખાતે એક વિશેષ યુવા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું . સવારે 9:00 વાગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ ડો . નિમાબેન આચાર્ય યુવા મોક એસેમ્બલીનું પ્રારંભ કરાવ્યો હતો . સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલા 182 વિદ્યાર્થીઓ એક દિવસ પૂરતી વિધાનસભા ચલાવી અને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે તે માટેનુ આયોજન કરવામાં આવ્યું છે . પ્રશ્નોત્તરી સાથે ગૃહના કામકાજનો પ્રારંભ થયો હતો . મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ કાર્યક્રમનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે , ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ આજે યુવાનો મોક વિધાનસભામા જન પ્રતિનિધિત્વ અદા કરવાના છે . ભારત વિશ્વના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે તેની સાથે સૌથી જૂની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણને ગૌરવ છે . લોકશાહીના પાયામાં એકમોમાં જન પ્રતિનિધિ સૌથી મહત્વનું એકમ છે . ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે . વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે . પાછલા બે – અઢી દાયકાની ગુજરાતની વિકાસ યાત્રાના ચાલક બળ તરીકે વિધાનસભા ગૃહની આદર્શ કામગીરી પણ મહત્વની બની રહી છે . આવા પવિત્ર ગૃહમાં ગુજરાતના ઉજ્જવળ ભાવિના નિર્માતા એવા યુવાનોને મોડલ એસેમ્બલીમાં સહભાગી થતા જોઈ ખૂબ ગૌરવ થાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું .

Advertisement

संबंधित पोस्ट

ઠાકરે સરકાર માટે અમારે કઈ કરવાની જરૂર નથી : અમિત શાહ

shantishramteam

કાબુલમાં ભારતીયોના બચાવ કાર્ય અને તાલિબાન શાસનની માન્યતા અંગે ભારતીય વિદેશ મંત્રાલયનો પ્રતિભાવ

shantishramteam

પંજાબમાં ખેડુતોને બચાવી લીધેલા ભાજપના નેતાઓ

shantishramteam

US summons Chinese envoy over Beijing’s coronavirus comments

Admin

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin