Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પોરબંદર-શાલિમાર સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ કાયમી ધોરણે લાગશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર

પોરબંદર-શાલિમાર સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ કાયમી ધોરણે લાગશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની પોરબંદર-શાલિમાર સુપરફાસ્ટ ટ્રેનમાં જનરલ કોચને કાયમી ધોરણે એક ફર્સ્ટ એસી કોચ (1st AC કોચ) સાથે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટમાં પોરબંદર સ્ટેશનથી 27મી જુલાઈ, 2022થી અને ટ્રેન નંબર 12906 શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટમાં શાલિમાર સ્ટેશનથી 29મી જુલાઈ, 2022 થી એક પ્રથમ એર-કન્ડિશન્ડ કોચ (ફર્સ્ટ એસી કોચ) લગાવવામાં આવશે. ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલિમારના ફર્સ્ટ એસી કોચ માટે બુકિંગ 22મી જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. . . . . . . . . . . . . . .

Advertisement

संबंधित पोस्ट

કૈલાસનગર જૈન સંઘ ના આંગણિયે માસક્ષમણ તપની અનુમોદનાર્થે તપ વધામણા નું સુંદર આયોજન થયું

Shanti Shram

નાઈટ કરફ્યુ બન્યો કાળ, પાંચ વર્ષની બાળકીને સારવાર ન મળતા મોત.

shantishramteam

બનાસકાંઠા જિલ્લા ભાજપની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.

Shanti Shram

કોઇને રિક્ષામાં તો કોઇને જાહેરમાં પડેલા બાંકડા ઉપર સારવાર, ભાભરમાં દર્દીઓની ખરાબ હાલત

Shanti Shram

ગુજરાતની તમામ ગૌશાળા–પાંજરાપોળોને કોરોના મહામારી–મંદીને ધ્યાને લઈને દૈનિક કાયમી સબસીડી આપવા અંગેની માંગ કરતા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ

Shanti Shram

કોરોનાકાળ વચ્ચે આજે સરકારે લગ્નની ગાઇડલાઇનને લઇ મોટી જાહેરાત કરી છે.

Shanti Shram