Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

વડોદરા શહેરના કમાટીબાગની જોય ટ્રેન સહિતની રાઇડનો 4 વર્ષથી ઇજારદારે અકસ્માત વીમા પોલિસી ન ભરતાં બંધ કરવાઇ

શહેરીજનોને કમાટીબાગના દર્શન કરાવતી જોય ટ્રેનના ઇજારદારે 4 વર્ષથી અકસ્માત વીમા પોલિસી ભરી ન હોવાની વિગતો સપાટી પર આવતાં પાલિકા અને ઇજારદારની ગંભીર બેદરકારી છતી થઈ છે. ભૂલ સમજાતાં ભાનમાં આવેલા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ઇજારદારને નોટિસ ફટકારીને જોય ટ્રેન સહિતની બધી રાઈડ્સ બંધ કરાવી હતી. કમાટીબાગમાં 2012માં જોય ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે જોય ટ્રેનના ઇજારદારે એમઓયુની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જોય ટ્રેનના ઇજારદારે નિયમો મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. જોકે ઇજારદારે 2019થી ઇન્સ્યોરન્સ લીધો ન હોવાનું સપાટી પર આવ્યું છે.આ અંગે જાગૃત નાગરિક અમિત રાજે જણાવ્યું હતું કે, ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધી નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નથી. તદુપરાંત પાલિકા સાથે થયેલા કરાર મુજબ શેરિંગની 70 લાખથી વધુની રકમ પણ ઇજારદારે ભરી નથી. જેથી તાત્કાલિક ધોરણે ખોડલ કોર્પોરેશનનો ઇજારો રદ કરી કાર્યવાહી કરવામાં આવે.ગાર્ડન વિભાગે શનિવારે ઇજારદાર ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી. જેમાં જોય ટ્રેન, રાઇડ્સ અને રિક્રિયેશનની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરી લાઇસન્સ, વીમા પોલિસી અને બાકી નીકળતી રેવન્યુ શેરિંગ રકમ જમા કરાવવા સૂચના આપી છે.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રીમતી ર્ડા. નીમાબેન આચાર્ય મગરવાડા ખાતે માણિભદ્રવીરના દર્શનાર્થે પધાર્યા

Shanti Shram

આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil મોડાસાની મુલાકાતે, સર્કલ તેમજ 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને ખુલ્લો મુકશે

Shanti Shram

રક્ષામંત્રાલયે આજે બેઠકમાં લીધો મોટો નિર્ણય, સશસ્ત્ર બળો માટે 76,390 કરોડ રૂપિયાના ખરીદશે આધુનિક હથિયાર

Shanti Shram

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

Admin

શિવસેના પર ઉદ્ધવનું વલણ ભારેઃ મુંડે અને મહાજનને કલાકો સુધી રાહ જોતા હતા, રાજ અને રાણેએ પણ કંટાળીને પાર્ટી છોડી દીધી

Shanti Shram

રાષ્ટ્રપતિની ચૂંટણી: ભાજપ ફરી કરી ચોંકાવનારી તૈયારી, આ નામોની ચર્ચા થઈ રહી છે

Shanti Shram