



આપણે આપણાં દેશ ભારત માટે રમત ગમત ક્ષેત્રે દરેક ખિલાડીઓ માટે ગર્વ અને માનની લાગણી હોવી જોઈએ. ના કે ઘરબેઠા જાતજાતની વિચારશૈલી કાયમ કરવી જોઈએ. પહેલા પણ જોવા મળ્યું હતું કે ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ રોજ સારુ પ્રદર્શન કરતા હોય ને જો કોઈકવાર રમવામાં વહેલા હારી પણ જાય ત્યારે ટીકાઓ સર્જાતી અરે…એ તો મેદાનમાં રમવાવાળાને જ ખ્યાલ હોય શું ભૂલ થઈ.અહીંયા ટીવીમાં જોતા ઘરે બેઠા કોમેન્ટો પાસ કરવી એ ખોટું જ છે. આવી જ રીતે જેને બેસ્ટ વન ડે નો ખિલાડી ગણવામાં આવે છે એવો કોહલી જેને ભારતને કેટલી બધી મેચોમાં વિજેતા બનાવ્યું છે. છતાં તેના પર પણ આંગળી ઉઠી આવું કેવું! ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરએ વિરાટ કોહલીના પક્ષમાં કહ્યું કે કોહલી પણ માણસ જ છે. “હું હેરાન છું કે આજે તમારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.” રોજ સારા સ્કોર કરતો માણસ ક્યાંક દર્શકો ભૂલી રહ્યા છે કે એ પણ માણસ છે મશીન નહિ જે સારુ જ પ્રદર્શન જ કરે.