Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આર્મી ઓફિસરનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી

કર્નલ લાઈક બેગ મિર્ઝા તેમના પરિવાર સાથે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાથી લગભગ 100 માઈલ દૂર ઝિયારતના પ્રવાસે નીકળ્યા હતા. આ પછી આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. જો કે આ દરમિયાન આતંકવાદીઓએ કર્નલ બેગના પરિવારને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું.

પાકિસ્તાનમાં એક સપ્તાહ પહેલા અપહરણ કરાયેલા આર્મી ઓફિસર કર્નલ લાઈક બેગ મિર્ઝાનો મૃતદેહ ગુરુવારે બલૂચિસ્તાન પ્રાંતના એક હાઈવે પરથી મળી આવ્યો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હત્યાની જવાબદારી લીધી છે. અમેરિકાએ તેને 2019માં આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

Advertisement

મિર્ઝા ઈદની રજા પર કરાચીથી પરિવાર સાથે ઝિયારત માટે રવાના થયા હતા. બલૂચિસ્તાનના સીએમ કુદ્દુસ બિજેન્જોએ કહ્યું કે ગુનેગારોને કડક સજા આપવામાં આવશે અને મિર્ઝાના પરિવારને ન્યાય મળશે. એટલું જ નહીં, તેણે કહ્યું કે કર્નલ મિર્ઝાની હત્યામાં સામેલ લોકોની શોધમાં સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કરી દીધું હતું.

પાકિસ્તાની સેના અનુસાર, મિર્ઝાના અપહરણમાં 10-12 આતંકવાદીઓનું જૂથ સામેલ હતું. આ પછી તરત જ સેનાએ ક્વિક રિએક્શન ફોર્સ તૈનાત કરી દીધી હતી. એટલું જ નહીં, આતંકીઓની શોધમાં હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement

સુરક્ષા દળોએ બુધવારે રાત્રે પહાડો નજીક  6 થી 8 જેટલા આતંકવાદીઓને જોયા હતા. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓએ સંભવિત જોખમને સમજીને લેફ્ટનન્ટ કર્નલ લાઈક બેગ મિર્ઝાને ગોળી મારી દીધી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ પછી સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. જ્યારે કર્નલ મિર્ઝાના પિતરાઈ ભાઈ સાથે બાકીના આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

Advertisement

છેલ્લા એક દાયકામાં, બલૂચિસ્તાનમાં વારંવાર બળવાખોરી જોવા મળી છે. અહીં બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને અન્ય અલગતાવાદી જૂથો સતત બલૂચિસ્તાન માટે અલગ દેશ બનાવવાની માંગ કરી રહ્યા છે.

જૂન 2013માં, પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની ઐતિહાસિક કાયદે-એ-આઝમ રેસીડેન્સી પર બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને બાળી નાખવામાં આવ્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

પાકિસ્તાનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, જ્યાં મુસ્લિમો ઓછા છે ત્યાં જઈને બાળકો પેદા કરો

Shanti Shram

અમેરિકાના ફ્લોરિડામાં બનેલી ઘટનામાં 12 માળની ઈમારત ધરાશાયી થઈ

shantishramteam

શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી પણ રસ્તા પર ઉતર્યો, રાષ્ટ્રપતિના રાજીનામાની કરી માંગણી

Shanti Shram

પાકિસ્તાન આ ભારતીયને આતંકવાદી જાહેર કરવા માગતું હતું, આ 5 દેશોએ તેમની યોજના તોડી પાડી

Shanti Shram

અમેરીકામાં મંદી મામલે બાઈડનનું મહત્વનું નિવેદન, જાણો ભારત વિશે શું છે ધારણા

Shanti Shram

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin