



ભારત અને ઈંગ્લેન્ડ 12 જુલાઈના રોજ રમાયેલી પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડના 4 બેટ્સમેન ઝીરો રન પર આઉટ થઈ ગયા હતા. એટલું જ નહીં ઈંગ્લેન્ડ ઉપરાંત ડબલિનમાં રમાયેલી આયરલેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ દરમિયાન 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચમાં જેસન રોય (0), જો રુટ (0), બેન સ્ટોક્સ (0) અને લિવિંગસ્ટોન (0) એવા બેટ્સમેન રહ્યા જે પોતાનું ખાતું પણ નહોતું ખોલીવી શક્યા. આ મેચમાં ભારતે 10 વિકેટથી જીત મેળવી હતી. ડબલિનમાં રમાયેલી બીજી ODI (આયર્લેન્ડ vs ન્યુઝીલેન્ડ, 2જી ODI) મેચમાં આયર્લેન્ડના 3 બેટ્સમેન પોલ સ્ટોલિંગ, ક્રેગ યંગ અને જોશુઆ લિટલ ડક પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્લિટ અને વિલ યંગ પોતાનું ખાતું પણ નહોતા ખોલી શક્યા. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 3 વિકેટથી જીત મેળવી હતી. પરંતુ આ આંકડાને જોતા એવું કહી શકાય કે, 12 જુલાઈ 2022નો દિવસ બેટ્સમેનો માટે કાળ બનીને આવ્યો હતો.એક જ દિવસમાં ક્રિકેટ રમતમાં 9 ખેલાડી 0 રન પર આઉટ થવાનો આ રેકોર્ડ ઇતિહાસના પાનોમાં સમાઈ ગયો છે.