Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

આ સિક્રેટ રેસિપીથી ઘરે બનાવો ‘બાજરીના થેપલા’, વરસાદી માહોલમાં ખાવાની મજા આવશે

વરસાદની સિઝનમાં થેપલા, વડા જેવી વાનગીઓ ખાવાની બહુ જ મજા આવે છે. આ સિઝનમાં બાજરીના રોટલા, સુખડી પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે બાજરીના લોટમાંથી ટેસ્ટી થેપલા કેવી રીતે બનાવશો..

સામગ્રી

Advertisement
  • એક વાટકી બાજરીનો લોટ
  • અડધી વાટકી ઘઉંનો લોટ
  • ઝીણી સમારેલી મેથી
  • આદુ
  • મરચાની પેસ્ટ
  • લસણની પેસ્ટ
  • તલ
  • અજમો
  • ખાંડ
  • દહીં
  • હળદર
  • હિંગ
  • મીઠું
  • શેકવા માટે તેલ

બનાવવાની રીત

  • બાજરીના લોટમાંથી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ મેથી બે વાર પાણીથી ધોઇ લો અને પછી ઝીણી સમારીને કોરી કરી લો.
  • ત્યારબાદ મિક્સરમાં લસણ, આદુ-મરચાની પેસ્ટ તૈયાર કરી લો.
  • હવે લોટ બાંધવાનો થાળ લો અને એમાં બાજરી અને ઘઉંનો લોટ મિક્સ કરો.
  • ત્યારબાદ આ લોટમાં હળદર, મીઠું, આદુ, મરચા-લસણની પેસ્ટ, અજમો, તલ, હિંગ, ખાંડ નાંખીને આ લોટને બરાબર મિક્સ કરી લો.
  • પછી આ લોટમાં મોણ માટે તેલ નાખો.
  • હવે આ લોટમાં ઝીણી સમારેલી મેથી એડ કરો.
  • જો તમારે થેપલાને ટેસ્ટી બનાવવા છે તો તમે દહીંથી લોટ બાંધો. દહીંની નેચરલ ખટાશ આવવાથી થેપલાનો ટેસ્ટ સારો આવે છે. જો દહીં ખાટું ના હોય તો તમે એક લીંબુનો રસ પણ નીચોવી શકો છો.
  • હવે થોડુ-થોડુ દહીં નાંખીને લોટ બાંધતા જાવો.
  • લોટ બંધાઇ જાય એટલે એને 15 થી 20 મિનિટ માટે એને ઢાંકીને મુકી રાખો.
  • ઘણા લોકો લોટ બાંધીને તરત જ થેપલા વણવાના શરૂ કરતા હોય છે. જો કે આમાં તમારે એવું કરવાનું નથી.
  • હવે લોટમાંથી ગુલ્લા બનાવો અને તમારા મનગમતા આકારમાં વણો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી ગેસ પર તવી ગરમ કરવા માટે મુકો.
  • તવી ગરમ થઇ જાય એટલે થેપલાને એમાં મુકો અને આજબાજુ તેલ નાંખો.
  • આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો.
  • તો તૈયાર છે બાજરીના થેપલાં
  • મોટાભાગના લોકો આ થેપલાનો લોટ પાણીથી બાંધતા હોય છે, જેના કારણે ટેસ્ટ સારો લાગતો નથી. પણ જો તમે સિક્રેટ ટિપ્સ એટલે કે દહીં અને એક લીંબુનો રસ નાંખીને લોટ બાંધો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે.

Advertisement

संबंधित पोस्ट

ઝવેરચંદ મેઘાણી,રાષ્ટ્રીય શાયર ની 125મી જન્મજયંતિ પર એક નજર કવિવરની જીવન ઝરમર પર

shantishramteam

વર્લ્ડ ફૂડ સેફટી દિવસ નિમિત્તે વડોદરા શહેરને ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત થઇ

Shanti Shram

ટામેટાંનો જ્યુસ પિવાથી હાઇ બ્લડ પ્રેશરની પરેશાનીથી બચી શકાય

shantishramteam

ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે બહાર પડી ભરતી

shantishramteam

એલોવેરા જેલથી ચહેરાના ડાઘ ધબ્બા અને પિમ્પલ્સ ગાયબ થઈ જાય છે જાણો વધુ

shantishramteam

Tokyo Olympics ની બીજી મેચમાં પણ પી.વી સિંધુની શાનદાર જીત

shantishramteam