Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને કહી આ વાત

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ખેડૂતોને લઈને સામે આવ્યુ છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે, સુરતમાં દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના પ્રયાસ થઈ રહ્યો છે તેમને કહ્યું હતું ખેડૂતોની સાથે સાથે સરપંચોની ભૂમિકા પ્રશંસાને પાત્ર છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના મિશનની પ્રગતિ જોઈને આનંદ થાય છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આ વાત પોતાના મનમાં ઉતારી છે. તેનાથી પી.એમ. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની અંદર ખુશી વ્યક્ત કરી હતી.
 આ સાથે તેમને કહ્યું હતું કે જે લક્ષને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ સંકલ્પ કરે તો એ પૂર્ણ થઈને જ રહે છે આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે.
 ડિજિટલ મીડિયાની અસાધારણ સફળતાથી મોટો બદલાવ પણ જોવા મળી રહ્યો છે. સુરતમાં 41 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કંઈ થાય જ નહીં તેવું લોકો માની બેઠા હતા.
પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતો ગહન રીતે જોડાઈ રહ્યા છે જેટલી ખેતી સમૃદ્ધ હશે તેટલો દેશ આગળ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની અંદર જણાવ્યું હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક ખેતીને લઈ જન આંદોલન વ્યાપકરૂપી સફળ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક આપણા ખેડૂત ભાઈઓને આ કામ બદલ શુભેચ્છાઓ પાઠવું છું જે કિસાન મિત્રોએ સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા તેમને પણ હું હાર્દિક શુભકામના આપું છું.
 ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે આ સરપંચોની ભૂમિકા પણ વખાણમાં જેવી છે એમણે આ બીડું ઉઠાવી છે અને એટલા માટે જ આ બધા સરપંચ ભાઈઓ, બહેનો પણ એટલા જ અભિનંદનના આભારી છે.
Advertisement

संबंधित पोस्ट

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીની જૂનની બેઠક બાદ આજે રેપો રેટમાં વધારા અંગે માહિતી આપી

Shanti Shram

સો મણનો સવાલ: PM મોદીએ લોકડાઉનને કેમ ગણાવ્યો અંતિમ વિકલ્પ ? શુ કોરોનાથી બચવા લોકડાઉન એકમાત્ર ઉપાય ? સરકાર ન કરી શકી તે હાઈકોર્ટ કરશે ?

Shanti Shram

ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું

Shanti Shram

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

Shanti Shram

અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, કોરોનાના કેસ ઘટતા હોસ્પિટલો થયા ખાલી

shantishramteam

ગુજરાત રાજ્યમાં ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021, ગુરુવારથી યોજાશે.

Shanti Shram