Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

બાબરા અમરેલી માર્ગ પાછલા કેટલાક સમયથી બિસ્માર બની ગયો છે.

બાબરા અમરેલી માર્ગ પાછલા કેટલાક સમયથી બિસ્માર બની ગયો છે. ચોમાસામા તો અહી ઠેકઠેકાણે ખાડાઓ પડી ગયેલા નજરે પડી રહ્યાં છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે.

  • અનેક જગ્યાએ મોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતની સેવાતી ભીતિ

માર્ગ બિસ્માર બની ગયો હોવા છતા માર્ગ મકાન વિભાગ દ્વારા મરામતની કોઇ કામગીરી હાથ ધરાતી નથી. બાબરામાથી અમરેલી, બાબરા, ગોંડલ તેમજ રાજકોટ ભાવનગર એમ ત્રણ હાઇવે પસાર થાય છે. અહી દિવસ રાત વાહનો ધમધમતા જ રહે છે.

Advertisement

ત્યારે અહીના મોટા બસ સ્ટેન્ડથી નાના બસ સ્ટેન્ડ તેમજ છેક સરદાર પટેલ સર્કલ સુધી માર્ગ અતિ બિસ્માર બની ગયો છે.રાજકોટ ભાવનગર માર્ગ પર પણ ખાડાઓ પડી ગયા છે. હાલ ચોમાસાની ઋતુમા અહીથી પસાર થતા નાના વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સતાવી રહી છે.

અનેક વખત અકસ્માતો સર્જાયા છે
અહી થી પસાર થતા માર્ગો બિસ્માર બની ગયા છે. ઠેકઠેકાણે નાના મોટા ખાડાથી માર્ગ ઉબડખાબડ બની ગયા છે. આવા માર્ગને કારણે અહી નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.

Advertisement

संबंधित पोस्ट

દીઓદર જૈન સંઘમાં પૂ.આ.યશોભદ્રસૂરી મ.સા.નો સંયમ અમૃતમહોત્સવ યોજાયો.

Shanti Shram

અમદાવાદ થી કાકેરનો પગપાળા યાત્રા સંઘ

Shanti Shram

ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મીઠાઈ વિતરણ

Shanti Shram

ગાંધીનગર રેલ્વે સ્ટેશન સંકુલમાં નિર્માણ થઈ રહેલી પંચતારક હોટલનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

Shanti Shram

દિયોદર સમાચાર તાઃ૨૮-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

પાલનપુર નેહરૂ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Shanti Shram