Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

જે અંતર્ગત ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં આ કાર્ડ બાબતે નિરસ માહોલ હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં હવે ગામમાં દર અઠવાડિયામાં 25 થી 30 ગ્રામજનો કાર્ડ કઢાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી પી.એમ.જે.વાય. કાર્ડની કામગીરી માટે ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારના લોકોમાં કાર્ડ બનાવવા માટે ઉદાસીનતા જોવા મળી હતી. તેવા વિસ્તારોમાં અંક્લાસ ગામનો પણ સમાવેશ થતો હતો. આ ગામના લોકો હાલમાં ચાલી રહેલા પી.એમ.જે.વાય. કાર્ડ અભિયાનમાં કાર્ડ બનાવવા માટે આવતા ન હતા કે ઓછી સંખ્યામાં આવતા હતા. જે બાબત તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલને ધ્યાને આવતા તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલાસની ટીમ સાથે ગામના સરપંચ પુષ્પાબેન વળવી તથા પંચાયતના સભ્યો અને ગામ લોકોને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે વિગતવાર સમજણ આપી હતી. બાદમાં ગામમાં જ નિયમિત રીતે પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનો તથા પંચાયત સભ્યોને વિગતવાર સમજણ અને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે માહિતિ આપતા હાલમાં મોટી સંખ્યામાં લોકો પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવા માટે આવી રહ્યા છે સાથે બીજા લોકોને પણ માહિતી આપી પી.એમ.જે.વાય. યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ અંગે ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રૂપેશ ગોહિલે જણાવ્યું કે, પહેલા આ ગામમાં પી.એમ.જે.વાય કાર્ડ માટે નિરસ માહોલ જોવા મળતો હતો. જેથી ગ્રામજનોને સમજાવ્યા બાદ હવે દર અઠવાડીયામાં એક દિવસે કેમ્પ રાખવામાં આવે છે જેમાં 25 થી 30 પી.એમ.જે.વાય કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સભાસદ ગ્રાહક મરણોતર સહાય યોજના અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા

Shanti Shram

નાના અંબાજી ધામ સણાદર મધ્યે ગુરુપૂર્ણિમા ઉજવાઇ.

Shanti Shram

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

Admin

બનાસ બેંક ના પૂર્વ ચેરમેન નું ટૂંકી બીમારી થી અવસાન

Shanti Shram

બ્રેઈન વૉશ તથા ધર્મ પરીવર્તન કરાવનારા વડોદરાના સલાઉદ્દિન સામે નોંધાયો દેશદ્રોહનો ગુનો…

shantishramteam

જાણો આજથી ગુજરાત માં શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ!!!

shantishramteam