Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પર્યાવરણ

સાંતલપુરના વારાહીમાં 20 મિનિટમાં બે ઈંચ, સમી માં એક ઇંચ વરસાદ

આખો દિવસ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં આવેલા એકાએક પલટાબાદ પવનના સુસવાટા સાથે સાંતલપુર તાલુકાના વારાહી પંથકમાં સાંજના 20 મીનીટ બે ઇંચ વરસાદ ખાબકયો હતો ત્યારે સમી પંથકમાં પણ એક ઇંચ વરસાદ થયો હતા. હારિજમાં 7 મીમી,પાટણમાં 4 મીમી અને ચાણસ્મા પંથકમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની વધુ શક્યતા બની રહી છે.

બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 કલાક સુધીના 24 કલાકમાં 14 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં સાંતલપુરમાં 2 ઇંચથી સામાન્ય ઓછો 47 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે વિજયનગરમાં 1 ઇંચથી સામાન્ય ઓછો 23 મીમી, પ્રાંતિજ અને તલોદમાં પોણો ઇંચ, ખેડબ્રહ્મામાં અડધો ઇંચ, સમીમાં 6 મીમી, બાયડમાં 5 મીમી, વડગામમાં 4 મીમી, કડી, મોડાસા અને ધનસુરામાં 3-3 મીમી, ખેરાલુ-શંખેશ્વરમાં 2-2 મીમી તેમજ પાલનપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 32.1 થી 34 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી નો ગચ્છાધિપતિ પદ પ્રદાનના 17 માં વર્ષમાં પ્રવેશ થયો.

Shanti Shram

ભાવનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન અંગે બેઠક મળી, વિવિધ વિભાગોના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી જિલ્લામાં આવેલી કાંસની સફાઇની કામગીરી કરવા સુચના અપાઈ ભાવનગરમાં ચોમાસા પહેલાની તૈયારીઓને

Shanti Shram

અમદાવાદમાં તૂટ્યા તમામ નિયમો,વેક્સિન લેવા થઈ ધક્કામુક્કી

shantishramteam

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ prince ashokraje gaekwad school ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

Shanti Shram

ભારત વિકાસ પરિષદ દ્વારા ધાબળા વિતરણ યોજાયું.

Shanti Shram