Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

8 મહિનામાં ગુજરાત રાજ્યમાં 18 નવિન તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેન્દ્રીય રાજ્ય મંત્રી  મહેન્દ્ર મુંજપરા અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે ધંધુકા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું.  પંચયાત રાજયમંત્રી  બ્રિજેશભાઇ મેરજા સહિતના મહાનુભાવોની સહઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરાયું હતું. ધંધુકાના ૮૨ લાભાર્થીઓને પ્લોટ સહાયના હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
તાલુકા પંચાયતઘરમાં આવતા અરજદારો રજૂઆતોના સંતોષકારક પરિણામ મેળવીને જાય તે દિશામાં કાર્ય કરીએ તેમ કેન્દ્રીય રાજ્યમંત્રી  મહેન્દ્ર મુંજપરાએ કહ્યું હતું.

૨.૪ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર તાલુકા પંચાયતનું ભવન ખરા અર્થમાં લોકશાહીનું મંદિર છે. તેમ આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૮ મહિનામાં ૧૮ તાલુકા પંચાયત અને ૨ જિલ્લા પંચાયત ભવનના નવીન બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે.
પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, છેલ્લાં 8 મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા રાજ્યમાં 18 નવિન તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રીએ આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રની તાલુકા પંચાયત ભવનમાં સોલર રૂફ ટોપની નવતર પહેલને આવકારીને પંચાયત પરિસરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવીને વરસાદી પાણીનો સંચય કરવા અનુરોધ કર્યો હતો. પૂર્વ શિક્ષણ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ પ્રસંગે ગુજરાતમાં થયેલ 20 વર્ષના વિકાસને પ્રજાના અતૂટ વિશ્વાસનું પરિણામ હોવાનું જણાવ્યું હતુ. ધંધુકા તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ધંધુકાના 82 લોકોને પ્લોટ સહાયના હક્ક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ  રમેશભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્ય સર્વ  લાલજીભાઇ મેર, ભરતભાઇ પંડ્યા, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી  અનિલભાઇ ધામેલીયા, જિલ્લા પંચાયત સદસ્ય , તાલુકા પંચાયત સદસ્ય ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ હાજર રહેલા રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ સર્વે અધિકારીઓને અરજદારોની રજૂઆતોના સંતોષકારક પરિણામ આવે તે દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર

Shanti Shram

વડોદરા શહેરમાં આવેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

Shanti Shram

રાધનપુર તાલુકા ના નવા પોરાના ગામ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો

Shanti Shram

રસ્તા અને વિજળી એ માનવીની પ્રગતિનું પ્રથમ પગથીયું: મંત્રી પૂર્ણેશ મોદી

Shanti Shram

યોગી સરકાર એક કરોડ યુવાનોને આપશે ટેબલેટ અને સ્માર્ટફોન, જાણો બીજા લાભ વિષે…

shantishramteam

શંકર ચૌધરી નું રાજકિય કદ વધ્યુ થઇ નવી નિયુક્તી.

Shanti Shram