Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ગુજરાતમાં કોરોના કેસનો ફરી રાફડો ફાટ્યો, આજે 665 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 665 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 536 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3724 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે સોમવારે કોરોનાના 419 કેસ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલે મંગળવારે 572 કેસ નોંધાયા હતા.
શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 252 કેસ, સુરત કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 56, ભાવનગર કોર્પોરેશનમાં 24, જામનગર કોર્પોરેશનમાં 06, ગાંધીનગર કોર્પોરેશનમાં 45 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 05 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. *15 દિવસમાં 6603 કેસ નોંધાયા* ચિંતાની વાત એ છે કે 22 જુનથી 5 જુલાઇ સુધીમાં 6603 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 534 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.81 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 55,091 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.16 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.81 ટકા પહોચ્યો છે.

संबंधित पोस्ट

નડિયાદના પીપલગમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ, 25 ટ્રાઈ-સાઇકલ, 9 વ્હીલચેર આપવામાં આવી

Shanti Shram

કોટડા દીયોદર મુકામે દુધ મંડળી દ્વારા વૃક્ષારોપણ યોજાયું

Shanti Shram

નડિયાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના લોકાર્પણ સમારોહમા નડિયાદની સેવાકીય ‌સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરાયા

Shanti Shram

દીઓદર સરપંચ પદ માટે ઉમેદવારી નોધાવતા જમનાબેન ભાટી

Shanti Shram

બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય

Shanti Shram

કંચનભુમી મધ્યે સિધ્ધાન્ત દિવાકર ભવ્ય આર્ટ ગેલેરી નું ઉદઘાટન થયું

Shanti Shram