Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર: 30 જુલાઈથી દિલ્હીની 5મી ફ્લાઈટ શરૂ થશે, અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરશે

રાજકોટ એરપોર્ટ પર એક સાથે 2 નહિ 6 ફ્લાઈટ પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા શરુ થતાની સાથે જ હવે નવી ફ્લાઈટ પણ શરુ થઇ રહી છે. રાજકોટથી દિલ્હી માટેની પાંચમી ફ્લાઈટ આગામી 30 જુલાઈથી ઉડાન ભરશે. જો કે આ ફ્લાઇટ દૈનિક નહિ પરંતુ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા મુજબ આગામી 30 જુલાઈથી રાજકોટથી દિલ્હીની પાંચમી ફ્લાઈટ ઉડાન ભરવાની છે. અત્યારે રાજકોટથી દિલ્લી જવા માટે સવાર બપોર અને સાંજ મળી કુલ 4 ફ્લાઇટ કાર્યરત છે જયારે હવે નવી શરૂ થનાર પાંચમી ફ્લાઈટ ઈન્ડીગોની દિલ્હી માટેની રાજકોટ એરપોર્ટ પર દરરોજ સાંજે 6.25 વાગ્યે પહોચશે અને 6.55 વાગ્યે રાજકોટથી ટેકઓફ થશે. આ ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ જ ઉડાન ભરશે. હાલ રાજકોટથી દિલ્હી માટે ચાર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે જેમાં સ્પાઈસ જેટની દૈનિક ફ્લાઈટ સવારે અને સાંજે 08.05 વાગ્યે, ઈન્ડીગોની સવારે 9.45 વાગ્યે અને એર ઇન્ડિયાની બપોરે 3.20 વાગ્યે ઉડાન ભરી રહી છે. અને હવે આગામી 30 જુલાઈથી પાંચમી ફ્લાઇટ શરૂ થનાર છે.

Advertisement

संबंधित पोस्ट

ભારત વિકાસ પરિષદ દ્વારા ધાબળા વિતરણ યોજાયું.

Shanti Shram

દિયોદર યુવા સંગઠન દ્વારા દિયોદરથી નડાબેટની દોડ સાથે તિરંગાયાત્રા, નડેશ્વરી માતાજી ના મંદિરે કરાશે રાષ્ટ્રધ્વજ નું ધ્વજારોહણ

Shanti Shram

કપચી નહીં પણ બનાવવામાં આવ્યો સ્ટીલનો રોડ જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.

Shanti Shram

થરા માર્કેટયાર્ડ ખાતે ૧૪૫મી સરદાર પટેલની જન્મ જયંતીએ શ્રધ્ધા સુમન અર્પણ કરાયા.

Shanti Shram

શ્રી સિમંધર સ્વામી જૈન સંઘ ઘાટલોડીયા અમદાવાદના આંગણે શ્રી સિમંધર સ્વામી ભાવયાત્રા યોજાયેલ.

Shanti Shram

સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા નિર્માણ થનાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન

Shanti Shram