Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈના રોજ યોજાશે

મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ લીધા બાદ શિવસેના હવે તેના 39 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

શિવસેનાએ પોતાની અરજીમાં એકનાથ શિંદેને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. તે જ સમયે, 2 જુલાઈથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર યોજાશે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. સૂત્રોએ જણાવ્યું કે સત્ર દરમિયાન વિશ્વાસ મત પણ થઈ શકે છે. નવી સરકાર દ્વારા બે વ્યક્તિને સ્પીકર બનવા માટે નોમિનેટ કરવામાં આવશે

Advertisement

3 અને 4 જુલાઈના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ બોલાવવામાં આવશે. સ્પીકરની ચૂંટણી માટે નામાંકન 2 જુલાઈએ ભરવામાં આવશે, જ્યારે 3 જુલાઈએ મતદાન થશે. વિશ્વાસ મત 4 જુલાઈએ યોજાશે.

Advertisement

શિંદેના સસ્પેન્શનમાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક હસ્તક્ષેપ કરશે નહીં

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તે શિંદેની ગેરલાયકાતની નોટિસ સામેની અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરશે નહીં. કોર્ટે સુનાવણીની તારીખ 11 જુલાઈ નક્કી કરી છે. કોર્ટ તમામ મુદ્દાઓ સાથે મળીને તપાસ કરશે. નોંધનીય છે કે એકનાથ સિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રી તરીકે સપથ લીધા છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની તૈયારી શરુ કરી છે.

Advertisement

संबंधित पोस्ट

રેતીમાંથી UPમાં ફરી મૃતદેહો મળ્યા:હવે પ્રયાગરાજ અને રાયબરેલી માં સેંકડો મૃતદેહો ગંગા કિનારેથી મળ્યા ; પરિવારે કહ્યું- અંતિમસંસ્કાર કરવા માટેના પણ રૂપિયા નહોતા.

shantishramteam

12 વિપક્ષી નેતાઓએ લખ્યો પ્રધાનમંત્રીને પત્ર, કોરોના સામે લાડવા આપ્યા સૂચનો

shantishramteam

RSS પ્રમુખને થયો કોરોના, ૭ માર્ચે લીધો હતો રસીનો પ્રથમ ડોઝ…..

shantishramteam

અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે, અમદાવાદથી મહેસાણા જવા થયા રવાના

Shanti Shram

ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો

shantishramteam

EDએ સોનિયા ગાંધીની પુછપરછ કરતા પાટણ માં કોંગી MLA સહિત કાર્યકરોએ કલેક્ટર કચેરી સામે ધામા નાખ્યા

Shanti Shram