Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ઓટો કાર

મારુતિનો આજે મોટો ધમાકો, ‘બ્રેઝા’ નવા અવતારમાં થશે પ્રગટ, પહેલીવાર મારુતિની કારમાં મળશે સનરૂફ

જો તમે પણ બજેટ SUVની રાહ જોઈ રહ્યા છો, તો મારુતિની નવી બ્રેઝા કરતાં વધુ સારો ઓપ્શન બીજો શોધવો મુશ્કેલ બનશે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા આજે તેની કોમ્પેક્ટ SUV Brezzaનું 2022 મોડલ લોન્ચ કરવા જઈ રહી છે.

નામ પણ બદલાશે

Advertisement

અત્યાર સુધી મારુતિ આ SUVને Vitara Brezza નામથી વેચતી હતી, પરંતુ હવે નવી કારનું નામ માત્ર Maruti Brezza હશે. વિતારા કાઢી દેવાયું છે. એવા પણ સમાચાર છે કે કંપની વિટારા નામનું નવું વાહન લાવી શકે છે જે ક્રેટા સાથે સ્પર્ધા કરશે.

બલેનો જેવા ઘણા ફીચર્સ હશે

Advertisement

બલેનોના નવા મોડલના ઘણા ફીચર્સ નવી મારુતિ બ્રેઝામાં જોવા મળશે. તેમાં 9-ઇંચની ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, હેડ અપ ડિસ્પ્લે અને સરાઉન્ડ સાઉન્ડ સેન્સનો સમાવેશ થાય છે.

મારુતિની કારમાં પહેલીવાર સનરૂફ

Advertisement

મારુતિ બ્રેઝા ભારતમાં ફેક્ટરી ફીટેડ સનરૂફ ધરાવતી કંપનીની પ્રથમ કાર હશે. આ સિવાય 360 ડિગ્રી વ્યૂ કેમેરા, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સહિત 6 એરબેગ્સ સુધીનો ઓપ્શન હોઈ શકે છે.

SUV 4 મીટરથી નાની હશે

Advertisement

નવી મારુતિ બ્રેઝા 4 મીટર સુધીની કાર હશે. તેની લંબાઈ 3995mm, પહોળાઈ 1790mm, ઊંચાઈ 1685mm અને વ્હીલબેઝ 2500mm છે. કારમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, L-આકારની DLL લાઇટ્સ, ફરીથી ડિઝાઇન કરેલા બમ્પર્સ, નવા ફોગ લેમ્પ્સ અને LED ટેલ લાઇટ્સ મળશે. પાછળના બમ્પરને પણ નવો લુક આપવામાં આવ્યો છે.

ડ્યુઅલ ટોન

Advertisement

નવી મારુતિ બ્રેઝાના ઈન્ટિરિયરને ડ્યુઅલ ટોન કલર આપવામાં આવ્યો છે. તે બ્લેક અને કોફી થીમ કલરમાં હશે. આ કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને કોઈપણ તેને 11,000 રૂપિયામાં બુક કરાવી શકે છે.

Brezza 9 કલર્સમાં થશે ઉપલબ્ધ

Advertisement

નવી Brezza નવ કલર્સમાં આવશે. આ કાર પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, મેગ્મા ગ્રે, સિઝલિંગ રેડ, બ્રેવ ખાખી અને એક્સ્યુબરન્ટ બ્લુ જેવા કલર્સમાં મળશે. તો સાથે તેને LXi, VXi, ZXi અને ZXi Plus વેરિઅન્ટ્સમાં પણ લોન્ચ કરવામાં આવશે.

બ્રેઝાની કિંમત

Advertisement

નવી Maruti Brezza 2022ની કિંમત હાલના મોડલ કરતા થોડી વધારે હોઈ શકે છે. અત્યારે તેની કિંમત 7.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે, તેથી નવી મારુતિ બ્રેઝાની કિંમત 8 લાખ રૂપિયાથી શરૂ થવાની ધારણા છે. આ કારમાં તમને 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન મળશે. તે 103 PS પાવર અને 137 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

Advertisement

संबंधित पोस्ट

50MP કેમેરા સાથે SAMSUNGનો નવો 5G ફોન, મળશે 5000mAh પાવરફુલ બેટરી

Shanti Shram

મુંબઈ માં પાર્ક કરેલી કાર કુવામાં ડૂબવાની ઘટના!!!

shantishramteam

राशिफल 24 जुलाई: इन 5 राशिवालों के आज पूरे होंगे अटके काम, सुधरेगी आर्थिक स्थिति

Admin

મારુતિ 6 મહિનામાં 6 નવી કાર લાવી, જાન્યુઆરીમાં સેલેરિયો, ફેબ્રુઆરીમાં વેગનઆર હવે 7મી કાર લાવવા માટે પણ છે તૈયાર

Shanti Shram

ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ

Shanti Shram

ઇલેક્ટ્રિક સેગમેન્ટને કબજે કરવા માટે તૈયાર Tata Motors, 6 એપ્રિલે આવશે નવી કાર, પ્રથમ ટીઝર રિલીઝ

Shanti Shram