Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

ભાવનગર શહેરમાં કોરોનાના 5 નવા કેસ, 24 કલાકમાં 26 દર્દીઓ થયા રોગમુક્ત  સુરતથી વરતેજ પરત ફરેલો યુવાન કોરોના પોઝિટિવ  સમગ્ર જિલ્લામાં કુલ 88 દર્દીઓ કોરોનાની સારવારમાં આજે ભાવનગર શહેરમાં નવા 5 દર્દીઓ મળ્ય

ભાવનગર શહેરમાં કોરોનાના 5 નવા કેસ, 24 કલાકમાં 26 દર્દીઓ થયા રોગમુક્ત સુરતથી વરતેજ પરત ફરેલો યુવાન કોરોના પોઝિટિવ સમગ્ર જિલ્લામાં કુલ 88 દર્દીઓ કોરોનાની સારવારમાં આજે ભાવનગર શહેરમાં નવા 5 દર્દીઓ મળ્યા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દી મળ્યા હતા. આજે શહેરમાં 26 દર્દોઓ કોરનામુક્ત થઇ ગયા હતા. જ્યારે ગ્રામ્ય કક્ષાએ વરતેજમાં એક દર્દી પોઝિટિવ નોંધાયા હતા. શહેરમાં 77 તથા ગ્રામ્યમાં 11 મળીને કુલ 88 દર્દીઓ હાલ કોરોનાની સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજે જે પાંચ નવા પોઝિટિવ કેસ મળ્યા તેમાં શહેરના ખેડૂતવાસમાં 30 વર્ષીય મહિલા,37 વર્ષીય યુવાન, ભરતનગરમાં 33 વર્ષીય યુવાન, ઘોઘા સર્કલમાં 53 વર્ષીય પુરૂષ અને 51 વર્ષીય મહિલા તથા દેસાઇનગરમાં 28 વર્ષીય યુવતીને કોરોનાના લક્ષણો જણાતા આ દર્દીઓનો ટેસ્ટ કરાતા તમામને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યાં હતા. ભાવનગર શહેરમાં આજે એક જ દિવસમાં 26 દર્દી કોરોનામુક્ત થયા હતા. ગ્રામ્ય કક્ષાએ આજે વરતેજમાં 30 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ જાહેર કરાયો હતો.આ યુવાન સુરતથી વરતેજ પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાયો હતો અને પોઝિટિવ જાહેર થયો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે ભાવનગર શહેરમાં 3 દર્દીને આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

Advertisement

संबंधित पोस्ट

કોરોનાં વૃદ્ધિદરને રોકવામાં હવે અશ્વગંધા પર આશા!!

shantishramteam

લબ્ધિનિધાન જૈનસંઘ આંબલી મધ્યે મુખ્યમંત્રી અભિવાદન સમારોહ સહ જીવદયા અભિવાદન સમારોહ યોજાયો.

Shanti Shram

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

પાટણ જીલ્લાના નાની ચંદુર ગામમાં આગેવાનોના સહકારથી એક જ દિવસમાં ૭૦ લોકોનું રસીકરણ Patan

Shanti Shram

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા બનાસકાંઠા જિલ્લામાં ૯.૭૧ લાખ લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો

Shanti Shram

અંજીર પુરુષો માટે ઉપયોગી છે, તેને રોજ ખાવાથી તમને ચોંકાવનારા ફાયદા થશે.

Shanti Shram