



ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમ માટે આવનારા 5-6 મહિના મેચથી ભરપૂર રહેવાના છે. કેટલાક દિવસ બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે, તે બાદ પણ કેટલીક સીરિઝ, એશિયા કપ અને પછી ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 વર્લ્ડકપ બાદ ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે, જેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ભારત ન્યૂઝીલેન્ડમાં 3 વન ડે અને 3 ટી-20ની સીરિઝ રમશે. આ સીરિઝ 18 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી રમાશે. કારણ કે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં છે અને ન્યૂઝીલેન્ડ પાસે જ છે, એવામાં ટીમ ઇન્ડિયા એક જ વખતમાં આ મિશન પૂર્ણ કરીને આવશે.ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ18 નવેમ્બર, 2022, પ્રથમ ટી-2020 નવેમ્બર, 2022 બીજી ટી-2022 નવેમ્બર 2022, ત્રીજી ટી-2025 નવેમ્બર, 2022, પ્રથમ વન ડે27 નવેમ્બર, 2022, બીજી વન ડે30 નવેમ્બર, 2022, ત્રીજી વન ડેમહત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે જ્યારે ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોચે છે તો તેને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે 5 દિવસનો સમય મળશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં હજુ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં છે, જ્યા તે ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરિઝ રમશે.