Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

નોવાક જોકોવિચે વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં ક્વોન સૂન વૂ વિરૂદ્ધ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. એટીપી રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર રહેલા સર્બિયાના જોકોવિચે સેન્ટર કોર્ટમાં બે કલાક 27 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં કોરિયાના સૂન વૂને 6-3,3-6,6-3,6-4થી પરાજય આપ્યો હતો. 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિડની ટક્કર બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના થાનાસિસ કોકિનાકિસો સામે થશે.રેન્કિંગમાં 81માં સ્થાન પર રહેલા કોરિયાના ખેલાડીએ ત્રણ વખતની ગત વિજેતાને બીજા સેટમાં ટક્કર આપી હતી પરંતુ પોતાનું સાતમુ વિમ્બલડન ખિતાબ જીતવા ઉતરેલા જોકોવિચે તે બાદ સૂન વૂને વાપસીની તક આપી નહતી.ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં જોકોવિચની આ 80મી જીત છે અને તે ચારેય ગ્રાન્ડ સ્લેમમાં 80 કે તેથી વધારે મેચ જીતનાર પુરૂષ અને મહિલા વર્ગનો પ્રથમ ખેલાડી છે. જોકોવિચે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ઓપનમાં 82, ફ્રેન્ચ ઓપનમાં 85, વિમ્બલડનમાં 80 અને યૂએસ ઓપનમાં 81 મેચ જીતી છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ હજુ સુધી ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન અને યૂએસ ઓપન ત્રણેયમાં 80 મેચ જીતી શક્યો નથી. બીજી તરફ ફ્રેન્ચ ઓપનમાં રોજર ફેડરરને 73 જીત મળી છે.

Advertisement

संबंधित पोस्ट

વિજય રૂપાણીની જાહેરાત:પેરા-સ્પોર્ટ્સમાં મેડલ જીતનાર દિવ્યાંગ રમતવીરોને મળશે સરકારી નોકરી

shantishramteam

અમદાવાદમાં છવાશે IPL ફીવર, ક્વોલિફાયર -2 અને ફાઇનલ મેચ રમાશે

Shanti Shram

BAN Vs SL 2nd Test: સર ડૉન બ્રેડમેન, ગ્રેગ ચેપલ અને ઇયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થયો દિનેશ ચંદીમલ

Shanti Shram

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે જાહેર કરી10 લાખની સહાય

shantishramteam

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે તૈયાર છે ટીમ ઇન્ડિયા , પેહરસે ખાસ ‘જર્સી’, સર જાડેજા આ પોસ્ટ કરી તસ્વીર

shantishramteam

અમદાવાદ મધ્યે શંખેશ્વરા કપનો શુભારંભ.

Shanti Shram