Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીશ્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો એક અદના જન સેવક તરીકે શહેરીજનો સાથે બગીચામાં ગોઠડી માંડી

અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીશ્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો એક અદના જન સેવક તરીકે શહેરીજનો સાથે બગીચામાં ગોઠડી માંડી તેમના પ્રશ્નો જાણ્યાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહુર્ત કરવા જતાં પહેલાં અને સતત લોકસંપર્કની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને આજે સાંજના સુમારે ભાવનગરના નારી ગામના બગીચામાં કિલ્લોલ કરતા બાળકો સાથે પિતૃસભર વાત્સલ્યભવથી બાળ સહજ સંવાદ કર્યો હતો.શિક્ષણ મંત્રીશ્રીએ બાળકોને હીંચકા નાંખીને, લપસણી દ્વારા લપસવાના આનંદમાં સહભાગી થતાં પોતે પણ બાળક જેવાં બની તેમની સાથે હીંચકે ઝૂલ્યા હતાં.આ સાથે મંત્રીશ્રીએ સ્થાનિક નાગરિકો સાથે બગીચામાં ગોઠડી માંડી સામાન્ય જનસેવકના દર્શન કરાવતાં તેમના પ્રશ્નો જાણી તેમાં શું થઈ શકે તે અંગેનો સહજ સંવાદ સાધ્યો હતો. આ તકે તેમની સાથે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ચિત્રા ફુલસર વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, વિસ્તારના સ્થાનિક આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં . . . . . . . . . . . . . . .

संबंधित पोस्ट

શિક્ષણમંત્રીની જાહેરાત: હવેથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે

Shanti Shram

શિક્ષણ વિભાગે જાહેર કર્યું ગુજરાતની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર…

shantishramteam

આજે ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓનું ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમા રાજકોટ જિલ્લાનો 72.86% પરિણામ આવ્યું છે

Shanti Shram

પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો

Shanti Shram

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ: સીબીએસઇ વર્ગ 12 મા બોર્ડની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ ઓગસ્ટમાં ભાગ લઈ શકે છે

shantishramteam

અમદાવાદ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધ ફરમાવતું આ છે જાહેરનામું

Shanti Shram