Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રાજકોટમાં કોરોનાનો કહેર: એક સાથે ૧૭ કોરોનાના કેસ આવ્યા બાદ બીજા જ દિવસે વધુ ૧૫ કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં બુધવારે એકસાથે 17 કેસ આવ્યા બાદ બીજા જ દિવસે ગુરુવારે વધુ 15 કેસ નોંધાયા છે. આ કારણે એક્ટિવ કેસનો આંક વધીને 57 થયો છે. જ્યારે કુલ પોઝિટિવનો આંક 63833 નોંધાયો છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર જે 15 કેસ આવ્યા છે જેમાં માધાપર વિસ્તારના સુંદરમ સિટીમાં રહેતા 33 વર્ષના યુવાન દ્વારકાથી આવ્યા હતા વધુ તપાસમાં તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. જ્યારે વોર્ડ નં. 13ના રામેશ્વરપાર્કમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ દાર્જિલિંગથી આવ્યા બાદ બીમાર પડતા ટેસ્ટ કરાવતા કોરોના હોવાની પુષ્ટિ થઈ છે. આ સિવાય અમીન માર્ગ અને આલાપ એવન્યુમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે દર્દીને ચેપ લાગ્યો છે. આ સિવાય એકપણ દર્દીની કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી. જે વિસ્તારમાં કેસ નોંધાયા તેમાં મોરારિનગર વોર્ડ નં. 17, જાગનાથ પ્લોટ વોર્ડ નં. 7, પંચવટી હોલ પાસે વોર્ડ નં. 8, મવડી ગામ વોર્ડ નં. 11, અમીનમાર્ગ, સુંદરમ સિટી માધાપર, આલાપ એવન્યુ વોર્ડ નં. 10, બેડીપરા, રામધામ સોસાયટી વોર્ડ નં. 11, રામેશ્વર પાર્ક વોર્ડ નં. 13, જંક્શન પ્લોટ, વર્ધમાનનગર માધાપર, શ્યામનગર વોર્ડ નં. 1, ગૌતમનગર વોર્ડ નં. 1, બાબરિયાનો સમાવેશ થાય છે.

Advertisement

संबंधित पोस्ट

જાણો કોણ છે આ સલિમા મઝારી, જેનાથી તાલિબાનના આતંકવાદી પણ ડરે છે…

shantishramteam

પદ્મ એવોર્ડ માટે નામ નોમિનેટ કરવા પીએમ મોદીની અપીલ

Shanti Shram

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે

Shanti Shram

શું ફરીથી લાગૂ થશે લૉકડાઉન ? કેન્દ્રએ આ 10 રાજ્યોને પ્રતિબંધ પર વિચાર કરવા કહ્યું…

shantishramteam

TMC સાંસદ અને બંગાળ ની અભિનેત્રી નુસરત જહાં બની માતા, કોલકાતાની હોસ્પિટલમાં દીકરાને આપ્યો જન્મ…

shantishramteam

તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા માં સુ મળી ગયા જેઠાલાલના સાસુ? કયા અભિનેત્રી બનશે દયાબેનની માતા?

shantishramteam