Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

કલ્યાણપુર તાલુકાના ધતુરીયા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના નવનિર્મીત બિલ્ડીંગની મુલાકાત કરતા જિલ્લા કલેક્ટર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજ રોજ કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી. બેઠકમાં ધારાસભ્ય‍ તથા જિલ્લાા પંચાયત પ્રમુખ દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો ત્વરિત સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્યાર બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના મુદા જેવા કે લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલલ નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ પેન્શન કેશ અવેઇટ કેઇસ, સરકારી લ્હેણાની વસુલાતલ વગેરેના પ્રશ્નોની નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા કલેકટર એમ.એ. પંડયાએ આજ રોજ કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના નવનિર્મીત બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. કલેકટરએ બીલ્ડીંગના બાંધકામની, વિદ્યાર્થીઓની હોસ્ટેલ, મેશ સહિતની સુવિધાઓ નીહાળી હતી. આ વિદ્યાલયમાં પીવાના પાણી, વિજળી તથા બાંધકામની પ્રગતિની ગામના આગેવાનો, શાળાના આચાર્ય તથા જિલ્લાના અન્ય સબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. આ વિદ્યાલય નવા સત્રથી એટલે કે તા.૨૦/૦૭/૨૦૨૨થી નવા મકાનમાં કાર્યરત થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેની સૌ જિલ્લાના નાગરિકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાણ થાય. તેમ નિવાસી અધિક કલેકટર દેવભૂમિ દ્વારકાએ જણાવાયું હતું.

संबंधित पोस्ट

કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કારથી સન્માનિત કરાયાં

Shanti Shram

સુરત વિધાનસભા દ્વારા અલ્પકાલીન વિસ્તાર યોજના 2022  અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Shanti Shram

રાજ્યમાં અંગ્રેજી શિક્ષણને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત

Shanti Shram

લબ્ધિનિધાન જૈનસંઘ આંબલી મધ્યે મુખ્યમંત્રી અભિવાદન સમારોહ સહ જીવદયા અભિવાદન સમારોહ યોજાયો.

Shanti Shram

વડોદરા : વિવિધ તાલુકાના મનરેગા કર્મીઓ ઉતર્યા હડતાળ પર છે

Shanti Shram

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું

Shanti Shram