Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં કોઈ પણ ચીજવસ્તુ છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લેતા અને તોલમાપમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક હાથે પગલાં લેવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં કોઈ પણ ચીજવસ્તુ છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લેતા અને તોલમાપમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક હાથે પગલાં લેવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં કોઈ પણ ચીજવસ્તુ છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લેતા અને તોલમાપમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક હાથે પગલાં લેવા માટે જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ આજે તોલમાપ નિયંત્રણ તંત્રના અધિકારીને સુચના આપી હતી.જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠકમાં કલેકટર ર્ડા કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, કોઇપણ વેપારી દૂધ, પાણીની બોટલ કે અન્ય ચીજ વસ્તુઓ ઉપર છાપેલી કિંમત કરતાં વધુ કિંમત ના લઈ શકે. પરંતુ અમુક વેપારીઓ દ્વારા નફાનું ધોરણ વધુ લેવાના આશયથી આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. ચીજવસ્તુઓની છાપેલી કિંમત કરતાં વધુ કિંમતે ગ્રાહકોને ચીજ વસ્તુઓ વેંચતા હોય છે. ગ્રાહકો કોઇપણ મજબૂરી કે અન્ય કારણોસર ના છૂટકે વેપારીની પાસેથી ઉંચી કિંમત ચૂકવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તેમજ કરિયાણાની દુકાન, શાકભાજીના વેપારીઓ કે અન્ય તોલ કરીને વસ્તુનું વિતરણ કરતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને તોલમાપમાં છેતરપિંડી કરતા હોય છે. આવા વેપારીઓ સામે એક ઝુંબેશ શરૂ કરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ તેમને સૂચના આપી હતી.

કલેક્ટર ઉમેર્યું હતું કે જાગૃત ગ્રાહકો પોતાની ફરિયાદ સરળતાથી કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કચેરી દ્વારા જિલ્લામાં ગોઠવવી જોઈએ. આ બાબતનો પ્રતિસાદમાં નિયમન તંત્રના અધિકારીશ્રી જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના કોઈપણ ગ્રાહક તોલમાપ નિયંત્રણ અંગેની ફરિયાદ મોબાઇલ નંબર 7383016699 પર કરી શકે છે. ટિવટ્ટર પર પોતાની ફરિયાદ કરી શકશે તે માટે ટિવટૂર એકાઉન્ટ @Tolmap _ Guj અને @chandresh _ kotak પર પણ આ ફરિયાદ કરી શકશે. આ પ્રકારની ફરિયાદ ઇમેઇલ tolmap-ahd@gujarat.gov.in પર પણ કરી શકાશે. ગ્રાહક પોતાની લેખિત ફરિયાદ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક બાબતોની કચેરી, બ્લોક નંબર ૨, ડી-૧ વિંગ, સાતમો માળ, કર્મયોગી ભવન, સેક્ટર ૧૦/એ,ગાંધીનગર ખાતે કરી શકે છે.આ બેઠકમાં ગાંધીનગરના ઘારાસભ્ય સી.જે.ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારી એ.આર. ઠક્કર સહિત સંબંધિત અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

Shanti Shram

દીઓદર શાંતિનાથ જીનાલયે સાલગીરી ઉજવાઈ

Shanti Shram

GTUએ માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે શરૂ કર્યું આગોતરૂ આયોજન

shantishramteam

ગુજરાત સરકાર ના મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે ઇડર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું.

Shanti Shram

પાટણ ગુંગડી પાટી સેવા સહ મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં

Shanti Shram

ભૂમાફીયાઓમાં ફફડાટ: !!!! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહી

Shanti Shram