Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સગવડતા: બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન માટેની ઘોષણા : દૈનિક 2 ટ્રિપ અપાઇ બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝન બાદ આજથી ટ્રેન શરૂ  તા.18થી બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે દૈનિક 2 ટ્રેન ચલાવવામાં આવશે.

સગવડતા: બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન માટેની ઘોષણા : દૈનિક 2 ટ્રિપ અપાઇ બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝન બાદ આજથી ટ્રેન શરૂ તા.18થી બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે દૈનિક 2 ટ્રેન ચલાવવામાં આવશે. ઉપરાંત ભાવનગર-ધોળા-ઢસા-લુણિધાર ટ્રેનની નવી સગવડતા આપવામાં આવી છે. અમદાવાદ ખાતેથી સ્પે.ટ્રેન બપોરે 2.05 કલાકે ગાંધીગ્રામ-બોટાદ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ગાંધીગ્રામથી આ ટ્રેન બપોરે 3.02 કલાકે ઉપડશે અને વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ગોધનેશ્વર, કોટગાંગડ, અરણેજ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળાભાલ, ડોલી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદ્રવા, જાળીયા રોડ, સાળંગપુર, અગાઉ જેવા સ્ટેશનોએ સ્ટોપ કરી અને બોટાદ ખાતે સાંજે 7.20 કલાકે પહોંચશે. દૈનિક ગાંધીગ્રામથી સવારે 6.55 કલાકે ટ્રેન ઉપડી અને બોટાદ ખાતે 10.30 કલાકે પહોંચી જશે. અને બીજી ટ્રીપ સાંજે 6 કલાકે ઉપડી અને બોટાદ રાત્રે 9.55એ પહોંચશે. બોટાદથી સવારે 6 કલાકે ટ્રેન ઉપડી અને ગાંધીગ્રામ ખાતે 9.35 કલાકે આવી પહોંચશે. બીજી ટ્રીપ બોટાદથી સાંજે 5.20 કલાકે ઉપડી અને 9 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. 155 કિ.મી.નું અંતર કાપવા માટે ટ્રેનને 3.50 કલાકનો સમય લાગશે. અને સ્પીડ 43 કિ.મી. પ્રતિ કલાકની રાખવમાં આવી છે. ભાવનગરથી લુણીધારની દૈનિક ટ્રેન તા.18થી શરૂ થશે. ભાવનગર ટર્મિનસથી સવારે 5 કલાકે ઉપડી ભાવનગર પરા, સિહોર, ધોળા, ઢસા, લાઠી, ખીજડીયા, ચિત્તલ થઇ અને લુણિધાર ખાતે સવારે 7.35 કલાકે પહોંચશે. લુણીધારથી આ ટ્રેન સવારે 10 વાગે ઉપડી અને ભાવનગર ખાતે 12.30 કલાકે આવી પહોંચશે. ભાવનગર-લુણીધાર વચ્ચેનું 122 કિ.મી.નું અંતર કાપવા માટે ટ્રેનને 2.30 કલાકનો સમય લાગશે. તા.18ના રોજ ઉદ્ધાટનમાં ભાવનગર-લુણીધાર ટ્રેન બપોરે 2.05 કલાકે પ્રસ્થાન કરી, ઢસા, લાઠી, ખીજડીયા, ચિત્તલ થઇ અને લુણિધાર ખાતે બપોરે 3.10 કલાકે પહોંચી જશે.

Advertisement

संबंधित पोस्ट

મોડાસા ખાતે રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “ગરીબ કલ્યાણ સંમેલન” યોજાયું

Shanti Shram

સુરત નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં એક સમયે ૨૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા આજે સંખ્યા  બે આંકડામાં આવતા રાહત.

Shanti Shram

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને અનુપ મંડળ ની સનાતન ધર્મ વિરુદ્ધ ની પ્રવૃત્તિ માટે આવેદનપત્ર અપાયું.

Shanti Shram

દાહોદના મુસ્લિમ સમાજે ભેગા મળી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

Shanti Shram

બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમોને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Shanti Shram

દિયોદર પાંજરાપોળના બે પાડાઓની ચોરી.. ગણતરીના કલાકોમાં પાડાઓને શોધી આરોપી પકડી પાડતી દિયોદર પોલીસ

Shanti Shram