



વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં પૂજા-અર્ચના કરશે ત્યાં ધ્વજારોહણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેઓ ત્યાં જઈને પૂજા અર્ચન કરશે. 121 કરોડ ના ખર્ચે પાવાગઢ મહાકાળી મંદિર નું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે.2000 લોકો બેસી શકે તેવું વિશાળ પ્રાંગણ પણ બનાવવામાં આવ્યું છે. મંદિરનું નવીનીકરણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી ચૂક્યા છે. પાવાગઢના મહાકાળી મંદિર ના તમામ શિખરો છે તેને સોનાથી મઢવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.પૌરાણિક આસ્થા ધરાવતા આ મંદિરનું નવીનિકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડાપ્રધાનની વિશેષ પૂજા અહીં થશે. સવારે માતા હિરાબાના આશીર્વાદ લીધા અને હવે મહાશક્તિ મહાકાળીમાંના દર્શન માટે પહોંચ્યા છે. જ્યાં જઈને તેમને મંદિરના કામનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં મુખ્યમંત્રી તેમજ તમામ મંદિરના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.મળતી વિગતો અનુસાર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યાં પાવાગઢનો વર્ષો જૂનો ઈતિહાસ પાછો થશે. પાવાગઢની ટોચ પર મંદિરનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા મંદિરને નવેસરથી બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયા બનાવવામાં આવ્યા છે.