Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પાટણ

પાટણ શહેર સહિત જિલ્લા માં વીજળીના કડાકા સાથે મેઘ સવારી, રેલવે ગરનાળામાં પાણી ભરાતા રિક્ષાઓ ફસાઇ

હવામાન ખાતા ની આગાહી ને પગલે સમગ્ર રાજ્ય સાહિત પાટણ જિલ્લા ના વાતાવરણ માં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસ થી બફારો વધતા સોમવારે બપોરે જિલ્લા ના અનેક વિસ્તારો માં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે માર્કેટયાર્ડ માં બોરી ઓ પલળી ગઇ હતી. જેના કારણે વેપારી ઓ અને ખેડૂત ને પણ નુકસાન થયું હતું. જ્યારે રેલવે ગરનાળા માં પાણી ભરાતા ગાડીઓ ફસાઈ ગઇ હતી.

પાટણ જિલ્લા માં છેલ્લા બે દિવસ થી ભારે બફારા બાદ વાતાવરણ માં પલટો આવ્યો હતો. સોમવારે બપોરે પાટણ શહેર સાહિત સિદ્ધપુર, રાધનપુર માં આકાશ માં કાળા વાદળો ઘેરાયા હતા અને ધીમી ધારે વરસાદ વરસવા નું શરૂ થયું હતું.

જેના કારણે ગરમી થી લોકોને આંશિક રાહત મળી છે. ત્યારે અચાનક વરસાદ વરસતા લોકો પણ ભીંજાયા હતા. માર્કેટયાર્ડમાં સેડની બહાર પડેલો માલ ભીનો થયો હતો. જેના કારણે વેપારીઓ અને ખેડૂતને પણ નુકસાન થયું હતું. તો શહેરના રેલવે ગરનાળા વરસાદી પાણી ભરાયું હતું. જેના કારણે રિક્ષાઓ ફસાઇ હતી.

संबंधित पोस्ट

પાટણ કોરોના ચોથી લહેર માં કોરોના નો આંક 100 પાર

Shanti Shram

ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો માં પાયોનીયર સ્કૂલનો વિદ્યાર્થી પાટણ જિલ્લામાં પ્રથમ

Shanti Shram

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુજરાત એસટી નિગમે શું લીધો મહત્વનો નિર્ણય ? જાણો

Shanti Shram

ભાવનગર થી હરિદ્વાર વાયા મહેસાણા, પાટણ, ભીલડી થઈને નવીન ટ્રેન શરૂ 

Shanti Shram

પાટણ ના પિંઢારપુરા ગામે નારસંગાવીરનો ભક્તિસભર માહોલમાં પાટોત્સવ ઉજવાયો, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૨૪-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram