Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ

અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરાયા

અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરાયા હતા. અમદાવાદના વોર્ડ દરિયાપુર, જમાલપુર તથા ખાડીયામાં અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે દરિયાપુર, જમાલપુર, ખાડીયા વોર્ડમાં આવેલ હેરીટેજ મિલ્કતો દરિયાપુર દરવાજા, સીદ્દી સૈયદ ની જાળી,જુમ્મા-મસ્જીદ,રાણી ના હજીરા પાસે તથા પાંચકુવા દરવાજાની આજુબાજુ માં થયેલ દબાણો તેમજ દાણાપીઠ અ.મ્યુ.કો.ઓફીસથી ઢાલગરવાડથી પાનકોરનાકાથી ગાંધી ફૂવારાથી માણેકચોક સુધીના રસ્તા ઉપરના દબાણો તા.૨૪ મે ૨૨ના રોજ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ દ્વારા ૩-દબાણ ગાડી તથા ખાનગી કોન્ટ્રાકટરના ૧૦-મજૂરોની મદદથી ૦૬-નંગ કોમર્શીયલ શેડ, ૦૩-નંગ સાદી લારી, ૦૧-નંગ લોખંડનું વ્હીલવાળું કાઉન્ટર, તેમજ ૧૯૪-નંગ પરચૂરણ માલ સામાન દૂર કરીને દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે. આ પહેલા પણ પૂર્વ વિસ્તારની અંદર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા બિનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં પણ બીયુ વગરના તેમજ બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર રસ્તાઓ પણ દબાણમાં આવતાં બિનઅધિકૃત બાંધકામ તોડી પાડી ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આમ, આગામી દિવસોમાં પણ આવા પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.

Advertisement

संबंधित पोस्ट

સરકારી નોકરી માટે GPSC દ્રારા નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું, 1203 જગ્યાઓ માટે કરાશે ભરતી

Shanti Shram

અમદાવાદમાંટ 3 દિવસ વરસાદ ના પડતા 6 ડીગ્રી ગરમી વધી, કાલથી પાકિસ્તાનના લો પ્રેશરના કારણે પડશે વરસાદ

Shanti Shram

અમદાવાદીઓએ રસી ખરીદવા ચૂકવવા પડશે 1 હજાર રૂપિયા, એપોલો બાદ શેલ્બીને મળી મંજૂરી

shantishramteam

અમદાવાદના આંગણે જૈન સમાજ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રજતતુલા

Shanti Shram

ખારીયાના વતની અને અમદાવાદને કર્મભૂમિ બનાનાર વેલાણી પરિવારના મુમુક્ષુ દિલીપભાઈ લીલાચંદભાઈ વેલાણી તથા મુમુક્ષુ રક્ષાબેન દિલીપભાઈ વેલાણી  ના સંયમ મુહુર્ત વધામણાં

Shanti Shram

અમદાવાદ દોશીવાડા પોળ મધ્યે પૂજ્ય વડીલનાયકશ્રીનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

Shanti Shram