Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સુરત નજીક આવેલા અદાણી હજીરા પોર્ટ લી. (AHPL)એ વિશ્વ પર્યાવરણ દિવસની પરંપરાગત એક દિવસની ઉજવણીની જગ્યાએ આખો સપ્તાહ પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી

સુરત નજીક આવેલા અદાણી હજીરા પોર્ટ લી. (AHPL)એ વિશ્વ પર્યાવરણ દિવસની પરંપરાગત એક દિવસની ઉજવણીની જગ્યાએ આખો સપ્તાહ પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરી.

અદાણી હજીરા પોર્ટ લિમિટેડ(AHPL)એ ઓનલાઈન ક્વિઝ, વેબિનાર, ઑફ-લાઇન ક્વિઝ, કામદારો અને સમુદાયો વચ્ચે પર્યાવરણ જાગૃતિ વાર્તાલાપ, ચિત્ર સ્પર્ધા, કવિતા, સ્લોગન સ્પર્ધા અને જ્યુટ બેગ વિતરણ, નેચર વોક, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું સમગ્ર સપ્તાહ દરમિયાન આયોજન કર્યુ હતું.

Advertisement

પર્યાવરણ સપ્તાહની ઉજવણીની શરૂઆત અદાણી હજીરા પોર્ટ લિમિટેડ(AHPL),હજીરા ખાતે જનજાગૃતિ માટેના ઇકોફ્રેંડલી કાપડના અને ડિજિટલ બેનર લગાડીને થઈ હતી. અદાણી પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓ માટે ઓનલાઈન અને ઓફલાઇન બંને પ્રકારની ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું. કન્ટેનર ટર્મિનલ હેન્ડલિંગ એરિયા, ડ્રાય કાર્ગો ઑપરેશન એરિયા, જેટી એરિયા અને લિક્વિડ ટર્મિનલ ઑપરેશન એરિયામાં અને માસ ટૂલ બૉક્સ પર પર્યાવરણીય સંરક્ષણ પર ઑન ધ સ્પોટ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટ કામદારો અને સુપરવાઇઝર માટે પર્યાવરણ જાગૃતિ માટે વક્તવ્ય અને શ્રમિકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા જાગૃત કરવા માટે જ્યુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હજીરા નજીક આવેલા રાજગરી ગામના મંદિર અને કૉમ્યુનિટી હોલના પરિસરમાં પીપળો, આસોપાલવ, ગુલમહોર જેવા સ્થાનિક વૃક્ષનું બાળકો અને ગ્રામજનોને સાથે રાખીને રોપણ કર્યુ હતું. રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, અદાણી હજીરા પોર્ટ લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશનને આવી પર્યાવરણીય જાગૃતિ અને પ્રેરક પ્રવૃત્તિઓ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે માત્ર પર્યાવરણની જ રક્ષા કરવાની જરૂર નથી પરંતુ ભાવિ પેઢીને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શિક્ષિત કરવાની પણ જરૂર છે. પ્રાથમિક શાળાના બાળકોને ‘નો પ્લાસ્ટિક’ના શપથ લેવડાવીને તુલસી અને બદામના રોપાઓનું વિતરણ કરાયું હતું.

Advertisement

બંદરના ગ્રીન બેલ્ટ વિસ્તારને મજબૂત કરવા પોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. ઔષધીય વનસ્પતિઓ અને જૈવવિવિધતાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે કર્મચારીઓ, સહયોગીઓ અને કરાર આધારિત કામદારોમાં ઔષધીય છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અદાણી હજીરા પોર્ટના કર્મચારીઓ અને સહયોગીઓ માટે ચાર સત્રના વેબિનાર અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સપ્તાહની ઉજવણીના સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરી ઈનામ વિતરણ થયું થયું હતું. સમાપન સમારોહના મુખ્ય વક્તા તરીકે શ્રી અશ્વિન રાયકુંડલીયા, ચીફ ઓપરેટિંગ ઓફિસર એ બંદર પરિસરમાં પર્યાવરણનું સંરક્ષણ અને પ્રદૂષણ નિવારણ કેવી રીતે મહત્વપૂર્ણ છે એની વાત કરી હતી. તેમણે દરિયાઈ જૈવવિવિધતા તેના સંરક્ષણ અને ટકાઉપણાની ટ્રિપલ બોટમ લાઇન વિશે પણ સમજાવ્યું હતું. સમાપન કરતાં HSEFના વડા શ્રી રૂપેશ જાંબુડીએ તમામ સહભાગીઓને વિનંતી કરી કે પર્યાવરણની સુરક્ષાની જવાબદારી સૌની ફરજ છે. જો દરેક વ્યક્તિ રાહ જોશે કે બીજું કોઈ કાર્ય કરશે અને તેઓ આ બાબતે કંઈ નહીં કરે તો કોઈ ફેરફાર થશે નહીં. તેમણે ઉલ્લેખ કર્યો કે ચેરિટીની શરૂઆત ઘરથી થાય છે તેથી દરેક વ્યક્તિએ પોતાની જાતથી શરૂઆત કરવી પડશે અને પર્યાવરણના સંરક્ષણ તેમજ પ્રકૃતિના સંરક્ષણ માટે સકારાત્મક યોગદાન આપવું પડશે.
Advertisement

संबंधित पोस्ट

દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની નિમણૂક થઈ

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૯-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

સુરત: કામરેજમાં માનવ સેવા ટ્રસ્ટમાં એકસાથે 80 લોકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

Shanti Shram

દીઓદર તાલુકામાં “શૌચાલય કૌભાંડ”માં અટવાતી પ્રજા

Shanti Shram

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલએ વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરીયુ

shantishramteam

ભાવનગરના આંગણે ઉપધાનતપ પ્રારંભ થયા.

Shanti Shram