



કેન્દ્રશાસિત દીવ પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે સુરક્ષાને ધ્યાનમાં લઈને વિવિધ સ્થળોની મુલાકાત કરી જેમકે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ આગમન તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ નું નિરીક્ષણ કરતા જોવા મળ્યા અને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ દીવ ની મુલાકાતે આવશે તેને લઈને સંપૂર્ણ તંત્ર કામે લાગ્યું છે અને દીવને રોશનીથી જગમગ આવી ઉઠયું છે તેમજ તેમનું આગમન કરવા દીવ ની જનતા આતુરતાથી વાટ જોઈ રહી છે અને ભારત દેશના ગૃહમંત્રી શ્રી અમિત સાહેબ જે દીવની મુલાકાતે છે ત્યારે દીવની જનતાનતા માટે અનેરો ઉત્સવ જોવા મળ્યો છે તેમજ આ કાર્યક્રમને લઇને સંપૂર્ણ સુરક્ષા અલડ અને જગ્યાએ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે તેમજ દીવ કીલા થી લઈને અપના હોટલ સંપૂર્ણ હોટલો શણગારવામાં આવી છે ત્યારે દીવ નો અનેરો નજારો જોવા મળ્યો છે ત્યાં આવેલા પર્યટકો પણ આ રમણીય નજારો જોઇને તે પણ ખુશ થયા છે સુંદર બીચો અને હોટલો આજે કંઈક અલગ જોવા મળી છે .