Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પાટણ શિક્ષણ

પાટણ શહેર ખાતે શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ

પાટણ શહેર ખાતે શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ શ્રી કલોલ પ્રજાપતિ સમાજની જનરલ સભા શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે યોજવામાં આવી હતી . જેમા દશપટ્ટી મંડળના પ્રમુખો , મંત્રીઓ તેમજ હોદેદારો , સમાજના આગેવાનો , આજીવન સભ્યો , ઓલ ઈન્ડિયા પોલીટીકલ પાટીના કન્વીનર મુકેશભાઈ પ્રજાપતિ , ભાજપ પાટણના પ્રભારી ગોવિંદ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહા હતા . ઉપસ્થિત મહાનુભાવોએ મંડળની કામગીરીને સરાહનીય ગણાવી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું . જેમાં નવા નિમણુંક પામેલા પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિ , મહામંત્રી કમલેશભાઈ પ્રજાપતિ નું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . પૂર્વ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ તેમજ પૂર્વ મંત્રીમહા ગીરીશભાઈ પ્રજાપતિને સંસ્થાની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન બદલ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું . સાથે – સાથે શિક્ષણહેતુલક્ષી ભૂમિદાન માટે સમાજમાંથી પાયારુપિ ભૂમિદાન મળ્યું હતું . આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો દ્વારા થયેલ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપવા બદલ પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ શહેર ખાતે શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ.

संबंधित पोस्ट

સુરતના આંગણે ૧૩-૧૩ મુમુક્ષુઓનો સમૂહ મુહુર્ત પ્રદાનોત્સવ ઉજવાયો.

Shanti Shram

સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આઝાદી કા અમુત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Shanti Shram

COVID-19 રસી લેતા પહેલા આટલું જાણજો…

Shanti Shram

થરાદ ખાતે બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલની રજત અને રક્ત તુલા કાર્યક્રમ યોજાયો

RTE થી ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકાશે

પૂ. આનંદસાગરસૂરિ સમુદાયવર્તી પૂ. તપસ્વીશ્રી જગતચંદ્રસાગરજી મ.સા. અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા છે. જય જય નંદા, જય જય ભદ્દા

Shanti Shram