Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પાટણ ના જલારામ મંદિરથી સારથી બંગલો અને યશ બંગલોથી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી સુધીના રસ્તા નવા બનશે

ગુજરાત રાજ્યના પૂર્વ મહામંત્રી કે.સી પટેલના વરદ હસ્તે રૂપિયા 58 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ની ગ્રાન્ટ માંથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના વોર્ડ નંબર 6 અને 7ના નગરપાલિકા દ્વારા જલારામ મંદિર ચોક થી ટેલીફોન એકસચેન્જ થી સારથી બંગલો સુધીના ગેટ સુધી અને યશ બંગલો થી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી સુધી ના રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાટણનો દિનપ્રતિદિન વિકાસ થાય તેને અનુલક્ષીને વિવિધ ગ્રાન્ટો માંથી પાટણના વિકાસના કામો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા નવી ટીમ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.ત્યારે પાટણને વિકાસની ગતિમાં આગળ વધારવું છે તેવા પ્રયત્નો નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ વોર્ડ નંબર છ તથા સાતના કોર્પોરેટર મુકેશભાઈ જે. પટેલ રાજેન્દ્ર ભાઈ હિરવાણી, રમેશભાઈ પટેલ, કામિનીબેન પ્રજાપતિ તથા શૈલેષભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ , જયેશભાઈ પટેલ વગેરે કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

સુરત : કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા APMC અમૃત્તમ રિટેલ આઉટલેટ અને સુમુલ પાર્લરનું ઉદઘાટન કરવામાં આવ્યું

Shanti Shram

જાણો તાઉ-તે વાવાઝોડાની અસર: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 84 તાલુકામાં વરસાદ, અમદાવાદના ધોળકામાં સૌથી વધુ 1 ઈંચ જેટલો નોંધાયો

shantishramteam

અમદાવાદ મધ્યે પરમ પૂ. આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉવસગ્ગહરં મહાપૂજન યોજાયું

Shanti Shram

Remembering Stephen Hawking: Books and quotes from the scientist that prove his genius

Admin

શંકર ચૌધરી નું રાજકિય કદ વધ્યુ થઇ નવી નિયુક્તી.

Shanti Shram

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજનું ગૌરવ

Shanti Shram