



ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તે દરમ્યાન આજે અરવિંદ કેજરીવાલ રાજ્યના પ્રવાસે આવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીનો મહેસાણા ખાતે ત્રિરંગા યાત્રાનો રોડ શો યોજવાના છે. તે માટે તેઓ મહેસાણા માટે રવાના થઈ ગયા છે. આ ત્રિરંગા યાત્રા તોરણવાળી ચોકમાં પૂર્ણ થશે. જ્યા અરવિંદ કેજરીવાલ જનમેદનીને સંબોધશે. જે બાદ તેઓ મહેસાણાના સર્કિટ હાઉસમાં થોડો સમય આગેવાનોને મળીને ચર્ચા-વિચારણા કરશે.ત્રિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે અને એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મહેસાણા મુલાકાત પહેલા મહેસાણા આપના જીલ્લા પ્રમુખ ભગત પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે. જેમાં અન્ય ત્રણ લોકો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. અન્ય એક પક્ષ દ્વારા કેજરીવાલને પ્રશ્ન કરતા હોય તેવા બેનર લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ બેનર લગાવવાને લઈને આપના જીલ્લા પ્રમુખ ભગત પટેલે આ ગૃપના બેનર લગાવનારને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે.