Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

બુદ્ધિસ્ટ સરકિટમાં પાંચ રાજ્યો પૈકી ગુજરાતમાં સૌથી વધુ 13 સ્થળોનો સમાવેશ કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાત સમયે બુદ્ધિસ્ટ સરકીટનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં બુદ્ધિસ્ટ સરકીટ વિકસાવવા કેન્દ્ર સરકારે 325 કરોડ રૂપિયા મંજૂર કરી કામ શરૂ કર્યું છે, જેમાં ગુજરાતના 13 જેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, કચ્છ, રાજકોટ, વડનગર, મહેસાણા અને ભાવનગરમાં આવેલા સ્થળોએ બુદ્ધિસ્ટ સરકીટ બનાવવામાં આવી રહી છે. પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે થોડાં વર્ષો પહેલાં દેશમાં બુદ્ધિસ્ટ સ્થળો જ્યાં આવેલા છે તેને સરકીટમાં જોડીને એક ટુરિસ્ટ સરકીટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, હવે તેને હવાઇ, રેલવે તેમજ માર્ગથી જોડવામાં આવશે.પ્રાચીન ભારતમાં 2500 વર્ષ પહેલાં બૌદ્ધવાદ ઉદ્દભવ્યો હતો અને તેનો ફેલાવો એશિયામાં થયો હતો. અંદાજે 50 કરોડ જેટલા અનુયાયીઓ સાથે વિશ્વની કુલ વસતીમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું પ્રમાણ સાત ટકા જેટલું છે. કહેવાય છે કે બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની (નેપાળ) છે. કેન્દ્ર સરકાર ગુજરાત ઉપરાંત બિહાર અને ઉત્તરપ્રદેશને બૌદ્ધ સ્થળોનો વિકાસ કરવા માગે છે જેમાં બોધગયા, નાલંદા, રાજગીરી, વૈશાલી, સારનાથ, શ્રાવસ્તી, કુશીનગર, કૌસંબી, સંકિસા અને કપિલવસ્તુ જેવા સ્થળોએ પર્યટકો આવે છે.કેન્દ્રના પ્રવાસન મંત્રાલયે ચાર સ્તરીય વિકાસ વ્યૂહરચના હાથ ધરી છે જે હવાઇ, રેલવે અને માર્ગ કનેક્ટિવિટી સુધારવા ઉપરાંત પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત સેવાઓને વધારવા, બ્રાન્ડિંગ કરવા અને સંસ્કૃતિ તેમજ વારસાને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં કુલ પાંચ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકી વારાણસીની ધમેક સ્તૂપ અને સારનાથમાં બુદ્ધ થીમ પાર્ક યોજના પૂર્ણ થઇ છે.ભારત સરકાર 600થી વધુ લોકોને થાઇ, જાપાનીઝ, વિયેટનામીઝ અને ચાઇનીઝ ભાષાઓમાં ભાષા અનુવાદક અંગેની તાલીમ આપશે, કેમ કે બુદ્ધવાદની શાખાઓ એશિયાના મોટા ભાગમાં વિસ્તરી છે અને વિશ્વના 97 ટકા બૌદ્ધવાદીઓ એકલા પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં કેન્દ્રીત છે. એટલે આ પ્રવાસીઓ સાથે ભાષાકીય જોડાણ વિક્સાવવાનું અગત્યનું છે.ગુજરાતમાં આવેલા 13 બુદ્ધ સ્થળો…ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જે સ્થળોને સરકીટ હેઠળ આવરી લેવાનું આયોજન છે તેમાં જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ,ગીર સોમનાથની સાના ગુફાઓ,પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ,ભરૂચનો કડિયા ડુંગર,કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ, મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓ અને મેશ્વો નદીના કિનારે વિકસેલ પ્રાચીન દેવની મોરી મળીને કુલ તેર સ્થળોનો સમાવેશ સમાવેશ થાય છે.

Advertisement

संबंधित पोस्ट

ઉત્તર ગુજરાતમાં ૧૦૮૧ મહિલાઓ પોલીસ વિભાગમાં જાણો ક્યાં અને કેવી રીતે

Shanti Shram

ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું

Shanti Shram

ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ મધ્યે વિકાસના કાર્યોનો ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું

Shanti Shram

અમદાવાદ વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણને અનુપ મંડળ પર કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું

Shanti Shram

ભાભર મધ્યે સમસ્ત મહાજન દ્વારા ઘાયલ પશુઓની એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું

Shanti Shram

પીએમ ના કાર્યક્રમ માં ચાણસ્મા ડેપોની 30 એસટી બસો મુકાઈ

Shanti Shram