Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે ડેડીયાપાડા ખાતે વનબંધુઓને માલિકી લાભ‌વિતરણ તથા કૌશલ્ય વર્ધન કેન્દ્ર નું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર ર૬મી મે એ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે. ડેડીયાપાડા ખાતે ગુરુવારે સવારે ૧૦ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થવાના છે. રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજ વસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે.તદઅનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડી માં કુલ રૂ. બે કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર કૌશલ્ય વર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે. ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડાના આ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય પણ ખુલ્લા મુકવાના છે.મુખ્યમંત્રી વન વિસ્તારોમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે ૩ કરોડ રૂપિયાના લાભ-સહાય, ઇકો ડેવલપમેન્ટ અને ઇકો ટુરિઝમના લાભ, વનબંધુઓને માલિકી લાભોનું વિતરણ કરવા સાથે વનબંધુ વિસ્તારોમાં વાંસ આધારિત પ્રવૃત્તિઓ કરતા વનવાસીઓને પુરસ્કાર એનાયત કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વન વિકાસની સારી કામગીરી કરતી મંડળીઓને પણ પ્રશસ્તિપત્ર અર્પણ કરશે તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકા બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાતનું વિમોચન કરવાના છે.આદિજાતિ સમૂહોના સર્વાંગી ઉત્કર્ષની ભાવનાથી આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા યોજાઇ રહ્યો છે.

Advertisement

संबंधित पोस्ट

સુરતના જહાંગીરપુરા ખાતે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખૂલી

Shanti Shram

જીરાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ

Shanti Shram

સ્વામી રામદેવ વિરૂદ્ધ ની અરજીમાં દિલ્હી મેડીકલ એસોસિએશનને હાઇકોર્ટે કહ્યું, “વિવાદ નહી, ઈલાજ પાછળ ધ્યાન આપો”

shantishramteam

શું ગણેશોત્સવમાં કડક પ્રતિબંધ રહેશે ? કેન્દ્રએ મહારાષ્ટ્રને પત્ર મોકલીને આપી સૂચના

shantishramteam

દીઓદર ખાતે ભાજપ સંગઠનની ત્રિમુદે બેઠક યોજાઈ  હતી.

Shanti Shram

શ્રી જૈન એલર્ટ ગ્રુપ, થરા દ્વારા સાધર્મિક ભક્તિ

Shanti Shram