- કોરોનાના કેસોએ 7 મહિનામાં પહેલી વખત 800નો આંકડો પાર
- 28 ડિસેમ્બર સુધીમાં સબ-વેરિઅન્ટ JN.1ના 145 કેસ નોંધાયા
કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર ખતરાની ઘંટડી વગાડી છે. કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે. જે હવે 4309 પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, તમારે નવા વર્ષમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો. જો તમારે જવું જ હોય તો વાયરસથી બચવા માસ્ક પહેરો. રવિવારે ભારતમાં કોરોનાના કેસોએ 7 મહિનામાં પહેલી વખત 800નો આંકડો પાર કર્યો. રવિવારે કોવિડના 841 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 3 દર્દીઓના મોત પણ થયા છે.
આ ત્રણ મૃત્યુ કેરળ, કર્ણાટક અને બિહારમાં થયા છે. 28 ડિસેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1ના 145 કેસ નોંધાયા હતા. નિષ્ણાતોના મતે, કોરોનાનું સબ-વેરિયન્ટ JN.1 બહુ ખતરનાક નથી પરંતુ ચેપ ઝડપથી ફેલાય છે. દેખીતી રીતે સાવચેતી એ એકમાત્ર રક્ષણ છે. ભારતમાં કોરોનાથી 2020થી અત્યાર સુધીમાં 4.4 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. દેશમાં લોકોને 226.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોનામાંથી સાજા થનારા લોકોનો રિકવરી રેટ 98.81 ટકા છે. જયારે 28 ડિસેમ્બર સુધી દેશમાં સબ-વેરિયન્ટ JN1ના કુલ 145 કેસ નોંધાયા હતા.