- ત્રણેય રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે ? તેણે લઈ અનેક અટકળો વહેતી થઈ
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. જાે કે, આ જીત બાદ હવે આ ત્રણે ય રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે તેણે લઈ અનેક અટકળો વહેતી થઈ છે. અનેક નામોની ચર્ચા થઈ રહી છે. અને તેમના ટેકેદારો પણ પોતાના નેતાને મુખ્યમંત્રી પદે જાેવા ઈચ્છી રહ્યા છે. ત્યારે નવી દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને ગઈકાલે સાડા ચાર કલાકની લાંબી બેઠક બાદ ત્રણે રાજ્યમાં મુખ્યમંત્રીને લઈ કોઈ નામ ફાઈનલ થઈ શક્યું નથી.
બીજી તરફ ભાજપના ૧૨ સાંસદોએ રાજીનામા આપી દેતાં હવે મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ જાેવા મળી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે રાજસ્થાનમા ઓમ.માથુર, મધ્યપ્રદેશમાં કૈલાશ વિજયવર્ગી અને છત્તીસગઢમાં રેણુકાસિંહ સરૂતા ના નામ અગ્રેસર જોવા મળી રહ્યા છે.. ત્યારે હાઈકમાન્ડ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાને રાખીને મુખ્યમંત્રીને પસંદ કરશે એ નક્કી માનવામાં આવી રહ્યું છે..