નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂ રહેવાની સાથે વરસાદની સંભાવના નહિવત
રાજ્યમાં હાલ ઠંડી અને પવનના સુસવાટાનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂ રહેવાની સાથે વરસાદની સંભાવના નહિવત હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જણાવ્યુ છે કે, આજે પણ નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયુ છે.
ગુજરાતમાં હાલ પાંચ દિવસ ડ્રાય વેધર રહેવાની સંભાવનાઓ છે. બીજી તરફ ગુજરાતમાં વરસાદ થવાની વધારે શક્યતા નથી. તેમજ તાપમાનમાં ફેરફાર અંગે જણાવતા કહ્યુ કે, આગામી ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો બદલાવ આવવા સંભાવના નકારી હતી.. હાલ જેવું વાતાવરણ છે તેવું જ રહેવા સાથે આગામી ચાર દિવસ બાદ રાતનું તાપમાન બે ત્રણ ડિગ્રી વધી શકે છે.
ડો. મનોરમા મોહન્તીએ વધારે માહિતી આપતા જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં તાપમાન સામાન્ય છે એજ રીતે આગામી ચાર દિવસ પણ હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જે બાદ બે થી ત્રણ ડિગ્રી વધી શકે. આ સાથે તેમણે આજના હવામાન અંગે જણાવતા કહ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં પણ વધારે ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. અમદાવાદમાં તાપમાન 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13.0 ડિગ્રી નોંધાયુ છે. તેમજ નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસ વધારે ઠંડી પડવાનું કારણ આપતા જણાવ્યુ કે, ગઇકાલે અને પરમ દિવસે તાપમાન નીચું ગયુ હતુ. રાજ્યમાં ઉત્તરના પવનો ફૂંકાઇ રહ્યા હતા એટલે ઠંડી અનુભવાતી હતી.