કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના વધતા કેસોના સમાચાર ચિંતા પેદા કરી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકારે કોરોનાના દરેક સેમ્પલને સેન્ટર લેબમાં મોકલવા કહ્યું છે. ચર્ચા એ પણ ચાલી રહી છેકે, કોરોના વાયરસના આ વેરિયન્ટથી બચવા માટે વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશે..
કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે જ કોરોનાથી મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસ વધવાની વચ્ચે હવે વેક્સિનને લઈને પણ લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોરોના રસીના ચોથા ડોઝની જરૂર છે? ઉપરાંત ચોથો ડોઝ ક્યારે લઈ શકાય? ઓમિક્રોનના આ નવા પ્રકાર સામે લડવા માટે સીરમ સંસ્થાએ નવી રસી પર કામ કરવાનું શરૂ કર્યું છે.
JN.1 વેરિઅન્ટના લક્ષણો
જો કે, અન્ય રોગોથી પીડિત લોકો, વૃદ્ધો, મેદસ્વી અને જેમણે રસી નથી અપાવી તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ કારણ કે JN.1 વેરિઅન્ટને કારણે કેસોની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે, વર્તમાન ડેટા અનુસાર, જેએન.1 અન્ય જાણીતા વેરિઅન્ટ કરતાં વધુ ગંભીર અથવા જોખમી લાગતો નથી. રસીકરણ એ એક મહત્વપૂર્ણ રક્ષણ છે, કારણ કે રસીઓ વાયરસના વિવિધ પ્રકારોને કારણે થતા ગંભીર ચેપ સામે અસરકારક સાબિત થઈ છે.