માર્ગ મંત્રાલયે લર્નર્સ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ અને કંડક્ટર લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવી છે. આ અંગેનો આદેશ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. મંત્રાલયે ‘સારથી’ પોર્ટલમાં કેટલીક સમસ્યાને કારણે લાયસન્સની માન્યતા વધારવાનો નિર્ણય લીધો હતો.
‘સારથી’ પોર્ટલમાં સમસ્યા હતી
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન સારથી પોર્ટલમાં કેટલીક સમસ્યાને કારણે અરજદારોને લાયસન્સ સંબંધિત સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, આવા લર્નર લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ અને કંડક્ટર લાયસન્સ, જેની માન્યતા 31 જાન્યુઆરી, 2024 થી 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે, તે કોઈપણ દંડ લાદ્યા વિના 29 ફેબ્રુઆરી, 2024 સુધી માન્ય ગણવામાં આવશે.