સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. બે યુવક લોકસભાની કાર્યવાહી દરમિયાન સદનમાં ઘુસી ગયા હતા. આ બન્ને શખ્સ દર્શક ગેલેરીમાંથી કૂદ્યા હતા. કાર્યવાહીમાં હાજર સાંસદો અનુસાર, બન્ને યુવકોના હાથમાં ટિયરગેસ સ્પ્રે હતો. જોકે, તેમણે સાંસદોએ પકડી લીધા હતા અને સુરક્ષાકર્મીઓના હવાલે કરી દીધા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લોકસભામાં સદનની કાર્યવાહી દરમિયાન જે યુવકે દર્શક ગેલેરીમાંથી કુદીને સાંસદો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેનું નામ સાગર છે. આ યુવક સ્મોક ગન લઇને પહોંચ્યો હતો જેમાં દારૂગોળાની ગંધ આવતી હતી. સદનમાં રહેલા સાંસદોએ મળીને તેમણે કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, તે પછી સદનની અંદર સુરક્ષામાં રહેલા સુરક્ષાકર્મી આવી ગયા હતા અને તેમને પકડીને બહાર લઇ ગયા હતા..
શું છે સમગ્ર ઘટના
લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો.
સંસદની બહારથી 2 લોકોની અટકાયત કરાઈ
બીજી બાજુ સંસદ ભવન બહાર સ્મોક ક્રેકર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે પરિવરન ભવન સામેથી અટકાયતમાં લીધા છે. પોલીસે એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરી છે. જે રંગીન ધુમાડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ હિસારની રેડ સ્ક્વેર માર્કેટમાં રહેતી 42 વર્ષની કૌર સિંહની પુત્રી નીલમ તરીકે થઈ છે. જ્યારે બીજી વ્યક્તિની ઓળખ લાતૂરના ધનરાજ શિંદના પુત્ર અમોલ શિંદે તરીકે થઈ છે.