- નૌકાદળે કહ્યું કે જહાજમાં કુલ 22 ક્રૂ મેમ્બર સવાર હતા, નવ ભારતીયોનો સમાવેશ
- EOD નિષ્ણાતોએ સંપૂર્ણ તપાસ કર્યા બાદ જહાજને વધુ સફર માટે સુરક્ષિત જાહેર કર્યું
ભારતીય નૌસેનાએ કહ્યું છે કે IANS વિશાખાપટ્ટનમ એડનની ખાડીમાં મિશન પર તૈનાત છે. બુધવારે રાત્રે લગભગ 11.11 વાગ્યે લૂટારાઓ દ્વારા હુમલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવાના સમાચાર મળ્યા હતા. માર્શલ આઇલેન્ડ્સ- ઝંડાવાળા આ વેપારી જહાજ એમવી જેન્કો પિકાર્ડીએ મદદ માંગી ત્યારે નૌકાદળે યોગ્ય જવાબ પણ આપ્યો હતો. નેવીએ કહ્યું કે INS વિશાખાપટ્ટનમમાં મિસાઈલને નષ્ટ કરવાની ક્ષમતા છે.
નેવીએ વધુમા કહ્યું કે એડનની ખાડીમાં લૂટારાઓ પર નજર રાખવાની ફરજ પર તૈનાત INS વિશાખાપટ્ટનમ મિશન મોડમાં કામ કરે છે. એડનના અખાતમાં હુમલાના ખતરા અંગેના કોલને તરત જ પ્રતિસાદ આપતા, નૌકાદળે લગભગ એક કલાક પછી વેપારી જહાજને મુશ્કેલીમાં ગોતી લીધુ હોવાનું જણાવ્યું હતું. રાત્રે લગભગ 12.30 વાગ્યે, વેપારી જહાજ- એમવી જેન્કો પિકાર્ડીને મદદ પૂરી પાડવામાં આવી. નૌકાદળે કહ્યું કે જહાજમાં કુલ 22 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં નવ ભારતીયોનો સમાવેશ થાય છે. હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો અને જહાજને હુમલાખોરોથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવેલ છે.
આમ, મુસીબતમાં ફસાયેલા વેપારી જહાજ એમવી જેન્કો પિકાર્ડીને મદદ કરવા INS વિશાખાપટ્ટનમ ખાતે તૈનાત ભારતીય નૌકાદળના અધિકારીઓ પહોચ્યા હતા અને સુરક્ષા તપાસ બાદ જહાજને સુરક્ષિત જાહેર કર્યું હતું. નેવીએ કહ્યું કે આ પ્રકારના ઓપરેશન પર કામ કરવા માટે EOD (એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ) નામની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. EOD ટીમને વિસ્ફોટકોને હેન્ડલ કરવા અને વિસ્ફોટ વિનાના ઓર્ડનન્સનો નાશ કરવા માટે તાલીમ આપવામાં આવે છે.
હુમલાને નિષ્ફળ બનાવ્યા પછી, 18 જાન્યુઆરીની સવારે, EOD નિષ્ણાતોએ વેપારી જહાજ MV જેન્કો પિકાર્ડીના ક્ષતિગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. નૌકાદળના જણાવ્યા અનુસાર, EOD નિષ્ણાતોએ સંપૂર્ણ તપાસ કર્યા બાદ જહાજને વધુ સફર માટે સુરક્ષિત જાહેર કર્યું હતું. આ પછી જહાજ આગલા બંદર માટે રવાના થયું હતું. આ જહાજ અમેરિકન ટાપુ માર્શલ આઇલેન્ડનું છે. આ વહાણ પરના ઝંડા દ્વારા સૂચવવામાં આવે છે. આમ નૌકાદળના જણાવ્યા અનુસાર, જ્યાં વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે સ્થળ એડન બંદરથી 60 નોટિકલ માઈલ દક્ષિણમાં છે.