દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો
COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી
છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છે. તેને ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ (GRCA) નામ આપવામાં આવ્યું છે. ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ એ નદીઓના સંરક્ષણ માટેની વૈશ્વિક પહેલ છે.
આ સંસ્થાનું નેતૃત્વ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) કરશે. NMCG ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય હેઠળ આવે છે. ભારતના નેતૃત્વમાં બનેલું આ સંગઠન શા માટે ખાસ છે અને તેની સાથે કયા કયા દેશો જાડાયેલા છે.
GRCA શું કામ કરશે? જે જણાવીએ તો ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ ગઠબંધન છે. તેનો મુખ્ય ઉદ્દેશ નદી સંરક્ષણ અને ટકાઉ જળ વ્યવસ્થાપન છે. GRCA પોતાની વચ્ચે ટેકનિકલ સહાય વહેંચીને એક દેશ અને બીજા દેશની ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ એક વૈશ્વિક પ્લેટફોર્મ હશે જ્યાં સહભાગી દેશો શહેરી નદીઓની સ્થિતિ સુધારવા સંબંધિત પાસાઓ અને ક્ષમતા નિર્માણ પર નક્કર ચર્ચા કરી શકશે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) અને નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સના સચિવાલય તરીકે સેવા આપશે. આ વૈશ્વિક જોડાણમાં વિશ્વના વિવિધ ખૂણામાંથી ૧૧ દેશો સામેલ છે. આમાં ૨૭૫થી વધુ નદી શહેરોને આવરી લેવામાં આવનાર છે.