છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી જીતવા રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપના પ્રચાર માટે છત્તીસગઢમાં સભા કરી હતી. PM નરેન્દ્ર મોદી પણ BJPના પ્રચાર માટે ગુરુવારે છત્તીસગઢ પહોંચ્યા હતા. કાંકેરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે PM મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું.આ દરમિયાન પીએમ મોદીનું ધ્યાન ભીડમાં ઉભેલી એક છોકરી તરફ ગયું, જે તસવીર લઈને ઉભી હતી.
PM મોદીએ રેલી દરમિયાન એક છોકરીને જોઈ. તે PM મોદીની હાથે બનાવેલી તસવીર પકડીને ઊભી હતી. જેવી વડાપ્રધાનની નજર તે છોકરી પર પડી અને મંચ પરથી કહ્યું, “દીકરી, મેં તારી તસવીર જોઈ. તેં આટલું સારું કામ કર્યું છે, હું તને આશીર્વાદ આપું છું, પરંતુ દીકરી તું લાંબો સમયથી ઊભી છો, તું ગઈ હશે. બેસી જા.”
આ પછી પીએમ મોદીએ ત્યાં હાજર પોલીસકર્મીઓ તરફ ઈશારો કરતા કહ્યું, “તે દીકરી એક તસવીર આપવા માંગે છે, તે લઈ લો અને ચોક્કસ મને મોકલાવો. આભાર દિકરી, આભાર. આ તસવીરમાં તારુ એડ્રેસ લખી નાખજે, હું તને પત્ર લખીશ.” આ પછી સુરક્ષાકર્મીઓ યુવતી પાસે પહોંચ્યા અને તેનો ફોટો લીધો. ફોટોગ્રાફ લીધા પછી સુરક્ષાકર્મીઓએ તેને ફોટોગ્રાફ પર પોતાનું સરનામું પણ લખાવ્યું હતું.
આ પછી ત્યાં હાજર વિશાળ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતા તમે જોઈ છે. આ પાંચ વર્ષમાં કોંગ્રેસના નેતાઓના ઘર, હવેલીઓ અને વાહનોનો જ વિકાસ થયો છે.”
VIDEO | Akansha Thakur, a schoolgirl, gifted PM Modi a sketch of him, during an election rally in Chhattisgarh’s Kanker earlier today.
PM Modi asked the girl to mention her address on the back of the sketch, and promised that he will send her a letter.… pic.twitter.com/WhtOILWgFj
— Press Trust of India (@PTI_News) November 2, 2023