તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવન્ત રેડ્ડીએ શુક્રવારે કહ્યું હતું કે તેમની સરકાર 27 ફેબ્રુઆરીએ કોંગ્રેસની બે ચૂંટણી ‘ગેરંટી’ લોન્ચ કરશે. જેમાં ગરીબો માટે 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર અને 200 યુનિટ સુધી મફત વીજળીનો સપ્લાય સામેલ છે. આ પ્રસંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે.
રેવંત રેડ્ડીએ રાજ્યમાં ચાલી રહેલા ‘સંમક્કા-સરક્કા જટારા’ ને રાષ્ટ્રીય તહેવાર તરીકે માન્યતા આપવા માટે કેન્દ્ર પર પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તે તેલંગાણા સામે ભેદભાવ છે. તેલંગાણાના મુલુગુ જિલ્લામાં મેદારમ ખાતે મેગા આદિવાસી ઉત્સવ દરમિયાન દેવતાઓની પૂજા કર્યા પછી મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું કે છ ચૂંટણી ગેરંટીમાંથી અમે 27 ફેબ્રુઆરીએ બે ગેરંટી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.