મુંબઇનો દરિયાકિનારો જોવા દૂર-દૂરથી લોકો આવતા હોય છે. અને મુંબઇના અલગઅલગ બીચ પર પર્યટકો ફરતા હોય છે. કહેવામાં આવે તો મુંબઇના બીચ અને સમુદ્ર મુંબઇનું દિલ છે. પરંતુ , તાઉ તે સાયક્લોન બાદ આ સમુદ્રકિનારે અનેકગણો ઘનકચરો એકઠો થયો હતો. જેનો બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર ચાર દિવસમાં જ નિકાલ કરવામાં આવ્યો.
તાઉતે વાવાઝોડામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા Barge P305 ના કેપ્ટન પર નોંધાઈ FIR
સોમવારે ચક્રવાતી તોફાન તાઉ તે મુંબઇમાં અથડાયુ અને ત્યારબાદ પાણીના વહેણ સાથે અનેકગણો ઘનકચરો સમુદ્ર કિનારે આવ્યો. જેમાં ખાસ કરીને પ્લાસ્ટિક કચરો વધારે પ્રમાણમાં એકત્ર થયો હતો. સમુદ્રકિનારે આવેલા કચરાને જોઇ મુંબઇના લોકો દ્વારા સોશિયલ મીડિયા પર કચરાના ફોટો શેર કરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને જુહુ,ગિરગાઉ અને ગેટ વે ઓફ ઇન્ડિયાના ફોટો શેર કરવામાં આવ્યા.જેન લઇને બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર ચાર દિવસમાં 153 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. આપને જણાવી દઇએ કે મુંબઇમાં મુખ્ય સાત બીચ છે. જેમાં જુહુ,વર્સોવા,ગિરગાઉ ,દાદર,ચિમ્બાઇ,મધ અને ગોરાઇ બીચનો સમાવેશ થાય છે અને તેના કિનારાનો વિસ્તાર 36.5 કિલોમીટરનો છે.
આ કચરાના નિકાલ માટે BMC દ્વારા મશીન,ટ્રેકટર, 240 લિટરના પીપ મૂકાયા હતા. આ સમગ્ર અભિયાનને લઇ એક ઓફિસર જણાવે છે કે રાત-દિવસ આ કાર્ય ચાલુ રાખવામાં આવ્યુ અને સાથે જ વધારાના સ્ટાફને પણ આ કાર્ય માટે જોડાવામાં આવ્યો હતો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268