દેશમાં કોરોના મહામારી વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણ અભિયાન અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિવિધ વિગતો રજૂ કરી છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને ગતિ આપવાની દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનો દાવો રજૂ કર્યો છે. રસીકરણ અંગે કરવામાં આવેલી એક અરજીની સુનવણીમાં કેન્દ્ર સરકારે આ દાવો રજૂ કર્યો છે.રસીકરણ અંગે કરવામાં આવેલી એક અરજીની સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ માં દાવો કર્યો છે કે 2021 ના અંત સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે.
સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 5 %લોકો રસીના બન્ને ડોઝ મેળવી શક્યા છે. જો કે ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે રસીકરણની અત્યાર સુધીની ગતિ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ફક્ત 35 થી 40 ટકા વસ્તીને રસી આપવામાં આવશે.રસીકરણ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો કે વિદેશોમાંથી રસી ખરીદવા અંગે રાજ્ય સરકારો ગ્લોબલ ટેન્ડર બહાર પાડી રહી છે, શું આ કેન્દ્ર સરકારની નીતિ છે? આના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સિનની ખરીદી માટે ફાયઝર જેવી કંપનીઓ સાથે વાત શરૂ છે. જો આ વાતચીત સફળ રહી તો વર્ષના અંત સુધીમાં 18 થી ઉપરના તમામ લોકોનું રસીકરણ થઇ જાય એટલા પ્રમાણમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થશે.
રસીકરણ ના રજીસ્ટ્રેશન માટેના Covin પોર્ટલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે કેન્દ્ર સરકાર ‘ડીઝીટલ ઇન્ડિયા’ નો રાગ આલાપે છે, પણ ડીઝીટલ ઇન્ડિયા ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી. રસીકરણ માટે Covin પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવીન્દ્ર ભટની ખંડપીઠે સરકારને પ્રશ્ન કર્યો કે શું આ ગ્રામ્ય વિસ્તારોમાં શક્ય છે ?તેમણે આ અંગે વધુમાં કહ્યું,“ભારત ડીઝીટલ સાક્ષરતાથી ઘણું દુર છે. હું ઇ-સમિતિનો અધ્યક્ષ છું. મેં એ સમસ્યાઓને જોઈં છે જેનાથી આ લોકો પીડાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે કડક નીતિ મુકી ઢીલી નીતિ અપનાવવી પડશે. કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાને સમજવી જરૂરી છે.”
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268