સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ સુખદેવ સિંહની હત્યાના બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. કેસની તપાસ માટે એડીજી ક્રાઈમ દિનેશ એમએનની દેખરેખ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવી છે. જો કે હત્યાના બંને આરોપીઓની ઓળખ થઈ ગઈ છે એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. અન્ય એકનું નામ નીતિન ફૌજી છે હાલ બંને ફરાર છે હત્યાનો વિરોધ કરી રહેલા લોકો આરોપીઓની તાત્કાલિક ધરપકડ અથવા એન્કાઉન્ટરની માંગ કરી રહ્યા છે.
લોહીથી લથબથ હાલતમાં સોફા પર પડેલા ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાના 25 કલાક બાદ પણ આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી નથી.
પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના સુખદેવના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 20 સેકન્ડની અંદર 6 ગોળીઓ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું
સમગ્ર રાજ્યમાં આ ઘટનાના વિરોધમાં દેખાવો ચાલી રહ્યા છે. રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવી રહ્યા છે. ઉદયપુરમાં ઉશ્કેરાયેલા ટોળાએ કલેક્ટર કચેરી પર પથ્થરમારો કર્યો હતો. જયપુરથી જેસલમેર અને ભરતપુરથી ચિત્તોડગઢ સુધી વિરોધની આગ સતત વધી રહી છે.